Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

લગ્નમાં જાડેરી જોડજો જાન, એસ.ટી. સસ્તા દરે મળશે : ભંડેરી-ભારદ્વાજ

રૂપાણી સરકારના નિર્ણયને વધાવતા મિરાણી-માંકડ-કોઠારી-રાઠોડ

રાજકોટ તા. ૧૩ : લગ્ન અવસરે જાન જોડવા એસ.ટી.બસ સસ્તા દરે મળે તેવી વ્યવસ્થા કરી ભાજપ સરકારે સંવેદનશીલ નિર્ણય જાહેર કર્યો હોવાની ખુશી ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે એક યાદીમાં વ્યકત કરી છે.

 

રાજયની એસ.ટી. નિગમ સરળ, સલામત અને કિફાયતી દામમાં બસ સેવા પુરી પાડશે. ૯૮ ટકા ગામો, ૯૮ ટકા પ્રજાને સાંકળીને એસ.ટી. નિગમ રપ લાખ કિ.મી. થી વધુનુ સંચાલન કરી લોકોને જોડતી કડી બન્યુ છે. ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગથી ગુજરાત એસ.ટી.એ દેશને નવો રાહ ચીંધ્યો હોવાનું શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાવ્યુ છે.

ર૦ કિ.મી. સુધી આવવા જવા રૂ.૧૨૦૦ અને ૪૦ કિ.મી. સુધી રૂ.૨૦૦૦ તેમજ ૬૦ કિ.મી. સુધીના પ્રવાસ માટે રૂ.૩૦૦૦ ની નિયત કરાયેલ મર્યાદા લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ રૂપાણી સરકારના નિર્ણયને વધાવી શુભેચ્છા પાઠવી છે.(૧૬.૩)

(3:46 pm IST)
  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST