Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અરજદારોની વ્હારે કોંગી કોર્પોરેટર : વોર્ડ નં.૧૩ ની વોર્ડ ઓફિસે છાશ-પાણીનું વિતરણ

વોર્ડ ઓફિસમાં પાણીનું કુલર બંધ : જાગૃતિબેન ડાંગર

રાજકોટ :  શહેરના વોર્ડ નં.૧૩ ની વોર્ડ ઓફિસમાં આજરોજ લોકોને ગરમી દરમ્યાન વોર્ડ નં.૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા ઠંડી છાશ અને મીનરલ વોટર પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતુંે કે આ વોર્ડ ઓફીસમાં રોજ ૪૦૦ થી ૫૦૦ અરજદારો આવતા હોય છે. તંત્રની બેદરકારીના કારણે આજદીન સુધી વોર્ડ ઓફીસમાં પાણીનું કુલર બંધ હોય જેના કારણે પાણી તથા છાશ વીતરણ કેન્દ્ર ચાલુ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, પ્રભાતભાઇ ડાંગર, હરેશભાઇ ડોડીયા , કમલેશભાઇ કોઠીવાર, છગનભાઇ ચાવડા, ફેમલ પેસીવાડીયા, દીનેશભાઇ ગોંડલીયા, નાનજીભાઇ ડવેરા, વગેરે લોકો સેવા આપી રહ્યા છે. વિજયસિંહ જાડેજા, પ્રવીણભાઇ મૈયડ, હીતેષ જરીયા,  ચંદુભાઇ મૈવડ, ઇકબાલ હરેજા,ઇમરાનભાઇ, ગેલાભાઇ મીઠડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST