Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પોસ્કો એકટ અંગે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદોઃ તરૂણ અવસ્થામાં બાંધેલા શરીર સંબંધમાં ૧૦ વર્ષની કેદ

રાજકોટ, તા.૧૩: પોસ્કો એકટને લગતા ચુકાદામાં હાઇકોર્ટ દ્વારા જણાવ્યુ છે કે  તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને બાંધેલા શરીર સબંધ બદલ થશે લઘુત્ત્।મ ૧૦ વર્ષની કેદ... કોર્ટે નોંધ્યું... નાની ઉંમરે સંમતિથી પણ શારીરીક સંબંધ બાંધો  તો કાયદો માફ નહીં કરે... કાયદામાં જ ૧૦ વર્ષની લદ્યુત્ત્।મ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ ડિસ્ક્રીશન પણ રહેતું નથી...   

આવામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે... કોર્ટે નોંધ્યું... નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ 'સ્ટેટયૂટરી ગુના' માટે ૧૦ વર્ષની આકરી કેદ આજની પેઢીએ ના ભોગવવી પડે એ માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજય સરકારોની... જાહેર હિતમાં કેન્દ્ર અને રાજય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર બહોળી પ્રસિદ્ઘિ કરીને જાગૃતિ ફેલાવે... જેથી બાળકો, વાલીઓ અને આમ જનતાને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થાય... શાળાઓ અને કોલેજોમાં પણ જાગૃતિ અભિયાન કરવા કોર્ટનો આદેશ. ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજયના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા કોર્ટ આદેશ કર્યો છે.

(3:44 pm IST)