Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજકોટના નાગદાન ગઢવી અને અલ્તાફ સહિત રાજયના ટોપ-રપ બુટલેગરોની યાદી બહાર પાડતી સીઆઇડી

રહેણાંક, ધંધા, આશરાના સ્થળોની માહિતી માંગીઃ વોન્ટેડ બુટલેગરોને શોધી કાઢવા તાકીદ

રાજકોટ, તા., ૧૩: ગાધીના ગુજરાતમાં  દારૂની રેલમછેલ એ નવી બાબત નથી. લાયસન્સ ધારકો ઉપરાંત ગેરકાયદે દારૂનો વેપલો 'સીસ્ટમ' સાથે ગોઠવીને થતો રહયો છે. માંગો તે બ્રાન્ડ તમારા ભાવે નહિ પણ ગરજના ભાવે મળી રહે છે. રાજયભરમાં ગેરકાયદે દારૂનો ધંધો ફુલેલો-ફાલેલો છે. અસંખ્ય મોટા ગજાના બુટલેગરો તેમની સીન્ડીકેટ મારફત ખુણે-ખુણે દારૂ પહોંચાડી રહયા છે. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા રપ મોટા ગજાના બુટલેગરોની યાદી બહાર પાડી તેમને શોધી કાઢવા તાકીદ કરી છે. આ બુટલેગરોમાં રાજકોટનો નાગદાન ગઢવી અને અલ્તાફ પણ સમાવિષ્ટ છે. આ તમામ સામે લેવાયેલા પાસા, તડીપાર સહિતના પગલાઓની માહીતી પણ માંગવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી પાસેથી આ માહીતી માંગવામાં આવી છે. નાયબ પોલીસ મહા નિર્દેશક સીઆઇડી ક્રાઇમ  દિપાંકર ત્રિવેદી દ્વારા આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા જણાવાયું છે.

જે રપ બુટલેગરોની નામ યાદી બહાર પાડવામાં આવી છે તેમનું નામ અને પ્રવૃતિનું કાર્યક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે. આ યાદીમાં  અકબરબલી ઝુબેરઅલી કાલુ મહેબુબ અલી સૈયદ-અમદાવાદ શહેર તથા અમદાવાદ રેન્જ, હુસેન હુશેન બાટલો ઇસ્માઇલભાઇ ઇસાકભાઇ ધોળકાવાલા-અમદાવાદ રેન્જ તથા ગાંધીનગર રેન્જ,

કિશોરસિંહ કિશોર લંગડો લાલસિંહ રાઠોડ-અમદાવાદ શહેર તથા ગાંધીનગર રેન્જ,

કાળુ છગનભાઇ રાઠોડ-ધંધુકા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ રેન્જ, ચિરાગ બનીયો પંચોલી-ગાંધીનગર રેન્જ, સુનીલ મોતીલાલ દરજી -ગાંધીનગર રેન્જ, ભરત ભરત લંગડો ડાંગી-ગાંધીનગર રેન્જ તથા અમદાવાદ શહેર, વીરસીંગ માનાજી ઠાકોર, ગાંધીનગર રેન્જ,  વિનોદ વિજુ વિજય મુરલીધર (સીન્ધી)-વડોદરા રેન્જ તથા અમદાવાદ રેન્જ તથા અમદાવાદ શહેર હાલ સમગ્ર ગુજરાત, પિન્ટુ જયસ્વાલ (ઠેકો)-વડોદરા રેન્જ, ફિરોઝ ફ્રુટ-સુરત શહેર તથા સુરત રેન્જ, ફિરોઝ નાલબંધ-સુરત શહેર તથા સુરત રેન્જ, પરેશ જયકિશન -જેકીશન દુધવાળા -સુરત રેન્જ તથા વડોદરા રેન્જ, બાબુલાલ - મોહનલાલ લુમ્બાજી શાહ-સુરત રેન્જ તથા વડોદરા રેન્જ, પિન્ટુ નવા પુર-સુરત રેન્જ, નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી)- સૌરાષ્ટ, અલ્તાફ-સૌરાષ્ટ્ર, બધો રબારી-જુનાગઢ રેન્જ, ધીરેન કાલરીયા જુનાગઢ રેન્જ, અશોક- અશોક પાલનપુરી-રમણલાલ પરમાર-વડોદરા રેન્જ તથા ગોધરા રેન્જ, રમેશ દેવીલાલ કલાલ-વડોદરા રેન્જ તથા ગોપાલ રેન્જ, રમેશ દેવીલાલ કલાલ-વડોદરા રેન્જ તથા ગોધરા રેન્જ, કૈલાસ-કૈલાસ રાઠી -ગોવિંદરામ રાઠી. (મહેશ્વરી)-સમગ્ર ગુજરાત, જોગીન્દર પાલ -ફોજી-દેવરાજભાઇ શર્મા-સમગ્ર ગુજરાત, દિલીપ -દિલીપ મારવાડી- શંકરલાલ પ્રજાપતિ-વડોદરા રેન્જ, ગોધરા રેન્જ, મુપારામ-મફા મારવાડી-બાબારાજી પ્રજાપતિ-અમદાવાદ રેન્જ, ગાંધીનગર રેન્જ, ગોધરા રેન્જ તથા વડોદરા રેન્જ. (૪.૧૬)

(3:39 pm IST)
  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • testing title access_time 10:45 am IST