Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કોર્પોરેશનની વાહન ખરીદીમાં લાખોનો કડદોઃ વિજીલન્સ તપાસ માંગતા વિપક્ષી નેતા

ક્રેઇનની ચેસીસ ખરીદીના બીલમાં ખોટી રીતે આર.ટી.ઓ. ટેક્ષ ચડાવી ૧.૧૦ લાખનો ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ કરતા વશરામભાઇ સાગઠીયા

રાજકોટ તા. ૧૩ : મ્યુ.કોર્પોરેશનના વાહન ખરીદીમાં લાખો રૂપિયાનો કડદો થયાનો આક્ષેપ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ લગાવી અને આ મુદ્દે વિજીલન્સ તપાસની માંગ ઉઠાવી છે.

 

આ અંગે વિપક્ષીનેતા શ્રી સાગઠીયાએ મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવી અને જણાવ્યું કે ૩ નંગ નવી જીપ ખરીદવાના કોન્ટ્રકટમાં ખોટી રીતે રૂ.૪ર૦૦  નો આર.ટી.ઓ ચાર્જ બીલમાં ચડાવી અને ભ્રષ્ટાચાર થયો છે.

તેવીજ રીતે ક્રેઇનની ચેસીસ ખરીદીમાં પણ ખોટી રીતે આર.ટી.ઓ ચાર્જ લગાડીને તંત્રને રૂ.૧.૧૦ લાખનું નુકશાન પહોચાડાયાનો આક્ષેપ વશરામભાઇએ કરી અને આ વાહન ખરીદીના બીલની મંજુરી શ્રી વિજીલન્સ તપાસ કરાવવા માંગ ઉઠાવી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માગ ઉઠાવી છે.

(3:37 pm IST)