Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

એડવોકેટ કમલેશભાઈ શાહ અને જિગ્નેશભાઈ શાહના નિવાસ સ્થાને રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એવમ્ પૂ.પિયુષમુનિ મ.સા.ના પૂનિત પગલા

રાજકોટઃ  રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા. આજરોજ  ધર્માનુરાગી એડવોકેટ કમલેશભાઈ નટવરલાલ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ એન.શાહ પરીવારના નિવાસ સ્થાન''ચંદ્રદીપ'' ખાતે પાવન પગલા કરેલ.આ પાવન પ્રસંગે શાહ પરીવાર વતી તપસ્વી રત્ના જાગૃતિબેન કમલેશભાઈ શાહ એવમ્ જ્ઞાનાભ્યાસુ સુનિતાબેન જીગ્નેશભાઈ શાહે ભકિત ભાવપૂર્વક સૌનું સ્વાગત કરેલ. ચિં.રિશીત, દેવ, દેવર્શ, હેતવી વગેરે બાળકોએ શાહ પરીવારને આંગણે ગુરદેવ પધાર્યા  વાહ,ભાઈ વાહ ભાઈ વાહ ના નાદથી હનુમાન મઢી ચોક ગૂંજવી દિધેલ. અત્રે નોંધનીય છે કે જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સધ્સ્ય કમલેશભાઈ શાહ રાજકોટની ધાર્મિક, સામાજીક, જીવદયા સહિત અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે શાહ પરીવારને સંબોધતા જણાવ્યું કે ચારેય ફિરકાઓના સાધુ - સંતોની સેવા - વૈયાવચ્ચ કરતાં રહેજો સાથોસાથ  વિવિધ સંસ્થાઓને પણ યોગ્ય માર્ગદર્શન આપી પૂણ્યાનુબંધી પૂણ્ય ઉપાર્જન કરજો.વધુમાં પૂ.ગુરુદવે કહ્યું કે વકીલાતના ક્ષેત્રે જયારે સંકળાયેલા છો તો જીવનમાં નિતિ સાચી અને નિયતિ સારી રાખી જીવનમાં દરેક કાર્ય કરી દૂર્લભ માનવ ભવને સાર્થક કરજો. આ અવસરે ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, મુંબઈ પારસધામ સંઘના અગ્રણી જીગરભાઈ શેઠ,નેમિનાથ - વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશી, રાજકોટ મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા, ઉવસગહરં સાધના ભવનના અલ્પેશભાઈ મોદી,ભાવેશભાઈ શેઠ, અજયભાઈ શેઠ, પ્રકાશભાઈ શેઠ, આઈઓસી ના મેનેજર સમીરભાઈ દોશી, તપસ્વી સુશીલભાઈ ગોડા,અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, સચીનભાઈ વાલાણી  વગેરે ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ છે. શાહ પરીવારે પચાસ રૂપિયાની પ્રભાવનાનો લાભ લીધેલ.

(2:43 pm IST)
  • testing title access_time 10:45 am IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST