Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કાલે વિશ્વ રકતદાન દિવસ : ભારતમાં પ્રતિવર્ષ એક કરોડ વીસ લાખ યુનિટ રકતની જરૂરત

''હંમેશા બીજાની પડખે રહો, રકત આપો જીવન આપો''

'રકતદાન એ મહાદાન'નો સંદેશો પહોંચાડવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા 'હુ' દ્વારા દર વર્ષે ૧૪ મી જુને વર્લ્ડ બ્લડ ડોનર ડે ની ઉજવણી કરવામાં અ છે. આ વર્ષે ૨૦૧૮ માં હુ એ પોતાનું પ્રચાર સુત્ર 'Be There For Someone Else, Give Blood Share Life' રાખખ્યુ છે. 'હંમેશા બીજાની પડખે ઉભા રહો, રકત આપો જીવન આપો' તેવા સુત્ર સાથે 'હુ' દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

રકત આપવાનું મહત્વ લોકો સમજતા થયા છે, છતા આ મહામુલી પ્રવૃત્તિ સ્વૈચ્છિક અને નિયમિત રીતે થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલ અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ એક કરોડ વીસ લાખ યુનિટ રકતની જરૂરત રહે છે. પરંતુ ૧૦૦૦ વ્યકિતએ માત્ર આઠ વ્યકિત જ રકત આપે છે. અપુરતા લોહીના કારણે ઘણા કિસ્સામાં દર્દી મોતના મુખમાં ધકેલાય છે. આ સ્થિતિમાં બદલાવ લાવવા વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે.

ભારતમાં સ્વૈચ્છિક રીતે રકત આપવાની પ્રવૃત્તિને ધીરેધીરે વેગ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ પ્રવૃત્તિને વિકસાવવામાં રાજકોટમાં સૌપ્રથમ સ્થપાયેલ ૬ઠ્ઠી ડીસેમ્બર ૧૯૮૧ થી કાર્યરત લાઇફ બ્લડ સેન્ટર (પૂર્વેની ઓળખ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક એન્ડ રિસર્ચ સેન્ટર) નું યોગદાન મહત્વપૂર્ણ છે.

રાજકોટના આ લાઇફ બ્લડ સેન્ટરે ૯૦૦૧ પ્રમાણપત્ર તેમજ નેશનલ એક્રેડીશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (એન.એ.બી.એચ.) અને રીજીયોનલ બ્લડ ટ્રાન્સફયુઝન સેનટર (આર.બી.ટી.સી.) નું એક્રેડીટેશન પણ મળ્યુ છે. અત્યાર સુધીમાં ૪ હજારથી વધારે ગામડે ગામડે રકતદાન કેમ્પ યોજીને સેવાકીય પ્રવૃતિને અકલ્પનીય વેગ આપ્યો છે. અત્યાર સુધીમાં પ લાખ યુનિટથી વધારે રકત કે રકત ઘટકો આપવામાં આવ્યા છે. ૨.૨૫ લાખથી વધુ લોકોને નવજીવન અપાયુ છે. નિરંતર શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે.

લાઇફ બ્લડ સેન્ટર પાસે રકતના પરિક્ષણ, સંગ્રહ, વિતરણ માટે અત્યાધુનિક પધ્ધતિ છે. આ બ્લડ બેન્કમાં અદ્યતન સાધનોથી સુસજજ લેબોરેટરી, કોમ્પ્યુટરાઇઝડ ડેટાબેઇઝ, મોબાઇલ વાન અને વ્યવસાયિક અભિગમથી સજજ સ્ટાફ ઉપલબ્ધ છે. રકતદાન કરનારાઓ વચ્ચે ડ્રો કરી વિશેષ એવોર્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે. રકતદાન માટે લાઇફ બ્લડ સેન્ટર, ૨૪ વિજય પ્લોટ, બોમ્બે ગેરેજની સામે, ગોંડલ રોડ, રાજકોટ (મો.૮૫૧૧૨ ૨૧૧૨૨) ખાતે સંપર્ક કરી શકાય છે.

- શશીકાંતભાઇ કોટીચા

મેનેજીંગ ટ્રસ્ટી, લાઇફ બ્લડ સેન્ટર, રાજકોટ ફોન ૦૨૮૧ ૨૪૭૯૧૨૨

(2:43 pm IST)