Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શાપરમાં પ્લોટ ખાલી કરવા બાબતે પ્રકાશ સીંધવ પર પાંચ શખ્સોનો હુમલો

રોહીત ચૌહાણ અને ચાર અજાણ્યા શખ્સો સામે રાયોટનો ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૧૩ : શાપર વેરાવળમાં નવા પ્લોટ વિસ્તારમાં ખરાબાની જમીનમાં પ્લોટ ખાલી કરવા બાબતે યુવાનને પાંચ શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં રહેતો પ્રકાશ મંગાભાઇ સીંધવ (ઉ.વ.ર૯)નું નવા પ્લોટ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં મકાન બનાવતો હોઇ, તેથી શાપરમાં રહેતો રોહીત માવજીભાઇ ચોહાણ તથા તેની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આવી પ્લોટ ખાલી કવરા પ્રશ્ને ઝઘડો કરી ઉશ્કેરાઇને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રકાશ સીંધવે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે રોહિત સહિત પાંચ વિરૂદ્ધ રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ વાય.બી. રાણાએ તપાસ આદરી છે. (૮.૧૦)

(2:41 pm IST)