Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કણકોટમાં કિશોર કોળીને મિત્રો ગોવિંદ, પિન્ટુ, કાનાએ ધોકાવ્યો

ઉછીના આપેલા ૭૦૦ રૂપિયા પાછા માંગતા ધમાલ થઇ

રાજકોટ તા. ૧૩: કાલાવડ રોડ કણકોટના પાટીયે ડિલકસ પાનવાળી શેરીમાં રહેતાં કિશોર ઉકાભાઇ સિતાપરા (કોળી) (ઉ.૩૬)ને તેના ઘર નજીક ગોવિંદ બાબીયા, પિન્ટુ બાબરીયા (રહે. રૈયાધાર), કાનો બાબરીયા (રહે. મોટા મવા)એ મળી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી માથામાં પાઇપ ફટકારતાં સારવાર લેવી પડી હતી.

તાલુકાના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને કોન્સ. રિતેષભાઇ પટેલે ફરિયાદ નોંધી હતી. કિશોરે અગાઉ ગોવિંદને રૂ. ૭૦૦ આપ્યા હોઇ તેની ઉઘરાણી કરતાં ઝઘડો થતાં મારામારી થયાનું તપાસમાં ખુલ્યું હતું.

(11:23 am IST)