News of Wednesday, 13th June 2018

રણુજા પાસે ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવતા ન્યારાના ચીરાગ પટેલનું મોત

ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયોઃ પટેલ યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.૧૩: રણુજા ગામ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક ટ્રેકટરના ચાલકે બાઇકને ઠોકર મારતા ન્યારા ગામના પટેલ યુવાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ પડધરીના ન્યારાગામમાં રહેતો અને સીએનસી મશીનનુ઼ રીપેરીંગ અને ઓપરેટીંગનું કામ કરતો ચીરાગ નારણભાઇ સાવલીયા (ઉ.વ.૨૩) (પટેલ) ગઇકાલે પોતાનું બાઇક લઇને કામ અર્થે જતો હતો ત્યારે રણુજા ગામ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં ટ્રેકટર ચાલકે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ટ્રેકટર ચાલક ટ્રેકટર રેઢુ મુકી ભાગી ગયો હતો. જયારે પટેલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ ડી.બી. ગઢવીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક ચીરાગ બે ભાઇમાં નાનો હતો. આ અંગે પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:22 am IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST