Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મોટા મવામાં નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી પડી જતાં મજૂર દિપક ભુરીયાનું મોત

મુળ દાહોદનો વતનીઃ સગર્ભા પત્નિ સહિતના પરિવારજનો શોકમાં ગરક

રાજકોટ તા. ૧૩: મોટા મવા ગામમાં નવી બની રહેલી ઓરબીટ સાઇટની બિલ્ડીંગમાં કડીયા કામની મજૂરી કરતાં દાહોદના ૨૫ વર્ષિય મજૂરનું પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દિપક વેલજીભાઇ ભુરીયા (ઉ.૨૫) ગઇકાલે મોટા મવામાં નવા બનતા બિલ્ડીંગની સાઇટ પર પાંચમા માળે હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતાં બંને પગ અને શરીરે ગંભીર ઇજાઓ થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન સાંજે મોત નિપજ્યું હતું. હોસ્પિટલથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને કોન્સ. રિતેષભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર દિપક ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. એક વર્ષથી પરિવારજનો સાથે રાજકોટ મજૂરી કરવા આવ્યો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. કરૂણતા એ છે કે હાલમાં તેની પત્નિ મંજુને સારા દિવસો જઇ રહ્યા છે. બનાવથી મજૂરી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:22 am IST)
  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST