Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાજકોટ હોટ હોટ... ૪૩ ડિગ્રી ઃ કાલથી ગરમીમાં રાહત મળવાની શકયતા, પણ બફારો વધશે

રાજકોટ : અસહ્ય તાપ- ગરમીથી લોકો પરેશાન છે. છેલ્લા ઘણા દિવસોથી સૂર્યદેવનો આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજયમાં કોઈ કોઈ શહેરોમાં તો ગરમીનો પારો ૪૫-૪૬ ડિગ્રીએ પહોંચી ગયો છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે બપોરે ૩ વાગ્યે ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આકરા તાપની સાથોસાથ ૨૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે પણ મહત્તમ તાપમાન ગઈકાલની જેમ ૪૪ ડિગ્રી નોંધાય તેવી પૂરેપૂરી શકયતા છે. દરમિયાન હવામાન ખાતુ જણાવે છે કે આજે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેશે. આજનો દિવસ ગરમીનો માહોલ જોવા મળશે. આવતીકાલથી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળશે. હાલના તાપમાનથી ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ગરમીમાં આંશિક ઘટાડો થશે પરંતુ ભેજનું પ્રમાણ વધશે જેથી અસહ્ય ઉકળાટ - બફારો પ્રવર્તશે.

(4:26 pm IST)