Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ખેડૂત પુત્રએ હીર ઝળકાવ્‍યુઃ ધો.૧૨ સાયન્‍સમાં દર્શિલ સેજલીયાને ૯૯.૯૯ પીઆર

રાજકોટઃ  જેતપુરના ખારચીયા ગામના ખેડૂત પુત્રએ હીર ઝળકાવ્‍યા છે. તાજેતરમાં જાહેર થયેલ. ધો.૧૨ સાન્‍યસની પરીક્ષામાં ક્રિસ્‍ટલ સ્‍કૂલના વિદ્યાર્થી દર્શિલ સેંજલીયાએ ૯૯.૯૯ પીઆર મેળવ્‍યા છે. તેઓએ મેળવેલ આ સિધ્‍ધિને યશ પરિવારજનો અને શિક્ષકોને આપે છે.

જેતપુર તાલુકાના ખારચીયા ગામમાં  વસતા ખેડૂતપુત્ર જીતેશભાઈ અને અંજનાબેનનો લાડકો દીકરો દર્શિલ ધો.૧૧-૧૨ સાયન્‍સમાં ક્રિસ્‍ટલ રેસીડેન્‍સીયલ સ્‍કૂલ- રાજકોટમાં હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરતાં હતાં. તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં તેમણે ૯૯.૯૯ સાયન્‍સ પીઆર સાથે બોર્ડમાં શ્રેષ્‍ઠ સ્‍થાન પ્રાપ્‍ત કરી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

દીકરાની આ ખુશીથી નાનકડા ગામમાં રહેતા માતા- પિતાની ખુશીનો પાર ન રહ્યો. દર્શિલ પણ પોતાની સફળતાનું શ્રેય પોતાના માતા- પિતાના આર્શિવાદની સાથે શાળા પરિવારે કરાવેલ આયોજનબધ્‍ધ મહેનતનો  શ્રેય આપતા જણાવે છે કે મોબાઈલ, ટી.વી.ના યુગમાં શ્રેષ્‍ઠ પરિણામ પ્રાપ્‍ત કરવું હોય તો હોસ્‍ટેલમાં રહેવું જ અનિવાર્ય છે. તજજ્ઞ શિક્ષક ટીમની સાથે હોસ્‍ટેલનું વાતાવરણ દરેક વિદ્યાર્થીઓને  શ્રેષ્‍ઠ પરિણામ પ્રાપ્‍ત કરવા માટે પૂરતું હોવાનું જણાવેલ.

હોસ્‍ટેલમાં નિヘતિ શેડયુલ્‍ડ સાથેની મહેનત તેમજ શાળા સંચાલકો દ્વારા થતા માર્ગદર્શક સેમિનારથી અહીં અભ્‍યાસ કરનાર દરેક વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્‍ત કરતું હોવાનું જણાવેલ. દર્શિલ. આઈ.આઈ.ટી.માં જઈ એન્‍જીનીયરમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

તસ્‍વીરમાં ક્રિસ્‍ટલ સ્‍કૂલના ચેરમેન શ્રી રણજીતસિંહ ડોડીયા, કેમ્‍પસ ડાયરેકટર શ્રી દેવદાસ નકુમ, વિદ્યાર્થી દર્શિલ સેજલીયા સાથે તેમના પિતા જીતેશભાઈ અને માતા અંજનાબેન નજરે પડે છે.

(4:21 pm IST)