Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

વાહ.. કોર્પોરેશન કોઇ પણ ફરિયાદ વગર દોડે છે : ભૂપેન્‍દ્રભાઇએ મેયર-કમિશ્‍નરની પીઠ થાબડી

રાજકોટ,તા. ૧૩ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આજે કોર્પોરેશનની સર્વપ્રથમવાર મુલાકાત લેતા તંત્ર દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયેલ. ભૂપેન્‍દ્રભાઇએ શહેરના વિકાસને અનુલક્ષીને ઝોન વાઇઝ બેઠકો કરી હતી. ઉપરાંત કાર્યકરો સાથે મીટીંગ પણ યોજી હતી. મુલાકાત બાદ ભૂપેન્‍દ્રભાઇએ મેયર ડો.પ્રદીપ ડવ તથા મ્‍યુ.કમિશ્‍નર અમિત અરોરાની પીઠ થાબડી કોર્પોરેશન કોઇ પણ ફરિયાદ વગર દોડતુ હોવાના અભિનંદન પણ આપ્‍યા હતા. લોકોના કામ માટે સેવાસેતુ સહિતના આયોજનો અંગે પણ ભૂપેન્‍દ્રભાઇને મેયર અને મ્‍યુ.કમિશ્‍નરે માહિતી આપી હતી.

 

(4:20 pm IST)