Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પોપટપરામાં મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૩ ઝડપાયા

રાજકોટ, તા., ૧૩: શહેરના પોપટપરામાં આવેલ નકલંક પ્રોવીઝન સ્‍ટોર પાસે મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ પોપટપરામાં એક મકાનમાં કેટલાક શખ્‍સો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. અજયભાઇ ભુંડીયા તથા મુકેશભાઇ ડાંગરને  બાતમી મળતા પોપટપરા શેરી નં. ૧૬માં મકાનમાં દરોડો પાડી મોબાઇલ ફોનમાં મેસેજ કરી સોદા લખી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મકાન માલીક સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.ર૧) તથા મોરબી નર્મદા હોલ પાસે રહેતો શાહનવાઝ અબુબકરભાઇ ચાનીયા (ઉ.વ. ૨૭)ને પકડી લઇ રૂા. ર૦૦૦ રોકડા, ૬ મોબાઇલ ફોન, એક એલઇડી ટીવી તથા એક લેપટોપ મળી રૂા. ૧,૩૩,પ૦૦નો મુદામાલ કબ્‍જે  કર્યો હતો. આ કામગીરી પીઆઇ વાય.બી જાડેજા તથા જે.વી. ધોળા તથા પીએસઆઇ કે.ડી.પટેલ, આર.જે.કામળીયા તથા હેડ કોન્‍સ. અજયભાઇ ભગવાનજીભાઇ તથા મહેન્‍દ્રસિંહ ખુમાનસિંહ તથા કોન્‍સ. મુકેશભાઇ નાગદાનભાઇ ડાંગર,રણજીતસિંહ સુખદેવસિંહ જાડેજા રોહીતભાઇ, ધનસુખભાઇ કછોડ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:15 pm IST)