Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રામપરા બેટીમાં મકાનો - સનદ અર્પણ : ભાવવાહી દ્રશ્‍યો સર્જાયા

રાજકોટ : રામપરા બેટીમાં વિચરતી વિમુક્‍ત જાતિ માટે જિલ્લા વહિવટી તંત્રે મકાન, રસ્‍તા, વીજળી, પાણી, ગટર, આખી સંજીવની સોસાયટી ઉભી કરી છે, આ સોસાયટી ખાતે લોકાર્પણ સંદર્ભે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ૬૫ પરિવારોને મકાનો - સનદ તથા ૩૦૦ પરીવારોને ૪૦ ચો.મી. જમીનના હુકમો તેમજ બાળકો માટે મહત્‍વની હોસ્‍ટેલનું ખાતમુહુર્ત - લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા, મકાનો - સનદ તથા ગેસ સીલીન્‍ડર અર્પણ સમયે ભાવવાહી દ્રશ્‍યો સર્જાયા હતા. તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી સોસાયટીનું રીબન કાપી લોકાર્પણ કરતા તથા હોસ્‍ટેલના ખાતમુહુર્ત અંગે તકતી ખુલ્લી મુકતા નજરે પડે છે, નીચેની તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી વિચરતી વિમુક્‍ત જાતિના લોકોને મળ્‍યા, તેમના પ્રશ્નો સાંભળ્‍યા હતા. આ પહેલા સ્‍ટેજ ઉપર લોકાર્પણ કાર્યક્રમ ખુલ્લો મુકતા મુખ્‍યમંત્રી તથા મહાનુભાવો નજરે પડે છે. આ પ્રસંગે વિચરતી વિમુક્‍ત જાતિના એક મહિલાએ સીએમને ગણેશજીની સુંદર મૂર્તિ ભેટ સ્‍વરૂપ આપી હતી. યુવા બ્રિગેડ અગ્રણીઓએ મુખ્‍યમંત્રીને વિશાળ ગુલાબનો હાર પહેરાવી સ્‍વાગત કર્યું હતું. તો નીચેની તસ્‍વીરમાં ઉમટી પડેલ માનવમેદની અને છેલ્લી તસ્‍વીરમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપેન્‍દ્રભાઇ બોદર અને મુખ્‍યમંત્રી એક હળવી ક્ષણમાં ખડખડાટ હાસ્‍ય કરતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:46 pm IST)