Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ગૌશાળામાં ઘાસ વિતરણ ફુલસ્કેપ ચોપડા તથા ગં.સ્વ. બહેનોને રાશન કિટ વિતરણ

ભારત વિકાસ પરિષદ-રણછોડનગર શાખા દ્વારા

રાજકોટ તા. ૧૩: ભારત વિકાસ પરિષદ-રણછોડનગર શાખાના કાયમી સેવા પ્રકલ્પ વિજયવંત ગૌશાળામાં દર માસે ઘાસ વિતરણ વિતરણમાં  સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ પેઢડીયા, કોષાધ્યક્ષ કાન્તીભાઇ બગડા, કારોબારી સદસ્ય હરેશભાઇ દેશરાણી કોર્પોરેટરશ્રી નયનાબેન પેઢડીયા, અમૃતભાઇ વિરડીયાની ઉપસ્થિતિમાં ગાયોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું.

વર્ષના દાતાશ્રી કોર્પોરેટર નયનાબેન વિનોદભાઇ પેઢડીયાના આર્થિક સહયોગથી નિયમિત દર માસે ઘાસ વિતરણ કરવામાં આવ્યું.

આ વર્ષે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ આયોજન થયેલ જેમાં મીરા જવેલર્સ, નોબલ સ્કૂલ, ચાણકય વિદ્યાલય, સતનામ સિલેકશન, અક્ષર સ્કૂલ, ઓમ સ્કૂલ, પંચશીલ વિદ્યાલય, ઇન્સ્યુરન્સ એડવાઇઝર કાંતિભાઇ બગડા અને રાહુલભાઇ પાટડીયા હેમાંશી બેંગલ્સે તથા કોર્પોરેટર નયનાબેન પેઢડીયા-જનસેવા કેન્દ્રનો આર્થિક સહયોગથી રાહતદરે ચોપડાનું વેચાણ ચાણકય વિદ્યાલય, ૯, બ્રાહ્મણીયા પરા બંધ શેરી, પેડક રોડ, સતનામ સિલેકશન, પાણીના ઘોડા પાસે, લક્ષ્મી માર્ટ રામ સોસા. કુવાડવા રોડ, ગૌતમ મંડપ અને અક્ષર સ્કૂલ કાંતી સેવા માગૃ, પંચશીલ વિદ્યાલય, શકિત સોસા. જુના યાર્ડ સામે, પ્રમુખ દર્શન જનસેવા કેન્દ્ર મીરા પાર્ક મોરબી રોડ, મધુવનના બગીચા પાસે, સ્ટોક હશે ત્યા઼ સુધી નિયમિત દરરોજ ફૂલસ્કેપ ચોપડા રાહત દરે વેચાણ ચાલુ રહેશે.

ઉપરાંત ભારત વિકાસ પરિષદ-રણછોડનગર શાખાના કાર્યાલયે જરૃરીયાતમંદ ગંગાસ્વરૃપાબહેનોને સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ પેઢડીયા, કોષાધ્યક્ષ કાન્તીભાઇ બગડા, કારોબારી સદસ્ય હરેશભાઇ દેશરાણી કોર્પોરેટર નયનાબેન પેઢડીયા અને હર્ષભાઇ પેઢડીયાના હસ્તે ૧૦ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરોકત કાર્યમાં સહયોગ અને જરૃરીયાત મંદ લોકો લાભ લે તેવી પ્રમુખશ્રી વિનોદભાઇ પેઢીયા સચિવશ્રી ગૌતમભાઇ પટેલ, કોષાધ્યક્ષ કાંતિભાઇ બગડાએ અપીલ કરેલ છે.

(3:31 pm IST)