Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની મનપાની સર્વપ્રથમ મુલાકાત એક ઐતિહાસિક અવસર

રાજકોટઃ આજ રોજ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં મહાનગર પાલીકાની કચેરીમાં ચુંટાયેલા નગરસેવકો, પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. મહાનગર પાલીકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મુખ્‍યમંત્રીએ  નગરસેવકો, અધિકારીઓ, હોદેદારો સાથે   ઝોનવાઇઝ બેઠક યોજી હતી. જેમાં શહેરના વિવિધ વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ અવસરે મીટીંગની શરૂઆતમાં અમીત અરોરાએ ઉપસ્‍થિત મુખ્‍યમંત્રી સહીતના  મહાનુભાવોનું સ્‍વાગત કર્યુ હતું. ત્‍યાર બાદ મેયર પ્રદીપ ડવ સહીતના પદાધિકારીઓ અને મ્‍યુ. કમિશ્નર તથા કલેકટર દ્વારા પુષ્‍પગૃચ્‍છથી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી,  પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા મંત્રી અરવિંદ રૈયાણીનું સ્‍વાગત કર્યુ હતું. સાથોસાથ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને સંગઠનના હોદેદારો દ્વારા પણ મહાનુભાવોનું પુષ્‍પગૃચ્‍છ અને સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સ્‍વાગત કરાયું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:31 pm IST)