Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ભાજપ દ્વારા કાલે કરણી સેના યોજીત એકતા યાત્રાનું સ્વાગત

રાજકોટ તા. ૧૩ : ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઇતિહાસની ધરોહરને ઉજાગર કરવાના હેતુથી રાજપૂત કરણી સેના દ્વારા ૧૬ દિવસની યોજવામાં આવેલ ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી રથનું કાલે રાજકોટમાં આગમન થઇ રહ્યુ હોય ભાજપ દ્વારા સ્વાગતની તૈયારી કરાઇ છે.૫૦૦ થી વધુ કાર, જીપ, ટુ વ્હીલર અને અશ્વસવારો સાથેની આ યાત્રાનું કાલે શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે અમીન માર્ગના છેડે, અમૃતસાગર પાર્ટી પ્લોટ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ભાવભીનું સ્વાગત કરાશે. જેમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્તાઓએ જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે સંયુકત યાદીના માધ્યમથી અનુરોધ કરેલ છે.

(3:27 pm IST)