Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાજશકિત મહિલા મંડળ દ્વારા કાલે ગોવર્ધન ચોકમાં કરણી રથનું સ્વાગત

રાજકોટ તા. ૧૩: દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન રાજપુત કરણી સેનાની એકતા યાત્રા કરણી રથનું કાલે શનિવારે રાજકોટમાં આગમન થઇ રહ્યુ હોય મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૭ ભાજપના કોર્પોરેટર કિર્તીબા રાણાની આગેવાની હેઠળ રાજશકિત મહિલા મંડળ દ્વારા ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ભાવભેર સ્વાગત કરાશે.

માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ યાત્રાનું વિવિધ સમાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા સ્વાગત કરાશે. ત્યારે રાજશકિત મહિલા મંડળ દ્વારા પણ આ એકતા યાત્રા કરણી રથને ફુલડે વધાવી સ્વાગત કરાશે. ક્ષત્રિય સમાજની બહેનોએ બહોળી સંખ્યામાં જોડાવા કિર્તીબા રાણાએ અનુરોધ કરેલ છે.

(3:26 pm IST)