Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

લુણાવાડાની લાડવેલ ચોકડી પર રૃ.૫૦ લાખનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડવાનું કાવત્રુ નિષ્ફળ

અમદાવાદ,તા.૧૩: મહીસાગર એલસીબી લાડવેલ ચોકડી પાસેથી ડાલામાંથી ચાર દારૃની બોટલ સાથે અમદાવાદના એકને પકડી પાડ્યો હતો.પોલીસે ડાલાની ચેસીસની પાઇપમાં સંતાડેલો રૃપિયા ૫૦ લાખના નશીલા પદાર્થના જથ્થા મળી આવતાં એફએસએલમાં તપાસ કરતા ડ્રગ્સ હોવાનું બહાર આવતાં અમદાવાદના ઇસમ વિરુદ્ધ કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મહીસાગર પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

લુણાવાડા એલસીબી પોલીસ પેટ્રોલીગમાં હતો. લુણાવાડાની વિરણીયા ચોકડી ખાતે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેનો પીછો કરી લાડવેલ ચોકડી નજીક પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે પીકઅપ ડાલામાંથી જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી રહે.મકાન નંબર ૩/૪૭ ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર અમદાવાદ શહેરનાને પકડી પાડ્યો હતો.

(3:15 pm IST)