Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

IIM બેંગ્‍લોરમાં પ્રવેશ મેળવતા કુલદીપ વામજા

રાજકોટઃ મૂળ પ્રેમગઢ (તા. જેતપુર)ના વતની અને હાલ રાજકોટ નિવાસી અનિલભાઈ હરિભાઈ વામજા (નિવૃત્ત પત્રકાર ગુજરાત સમાચાર) અને રીટાબેન વામજાના પુત્ર કુલદીપ વામજાએ IIM (ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ) બેંગ્‍લોરમાં MBAમાં પ્રવેશ મેળવી શૈક્ષણિક કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપ વામજાએ થ્રુ આઉટ ઈંગ્‍લીશ મિડીયમમાં અભ્‍યાસ કરી JEEની અઘરી ગણાતી પરીક્ષામાં સારા માર્કસ સાથે તેમજ ધોરણ ૧૨ સાયન્‍સમાં ૯૯.૭૦ પીઆર સાથે ઉતિર્ણ કરી, SVNIT (સુરત)માં B.Tech પુરૂ કર્યું છે, કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુમાં સીલેકટ થતાં રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ (જામનગર) ખાતે ૪ વર્ષ મેનેજરની પોસ્‍ટ પર સફળતા પુર્વકની સર્વિસ પૂર્ણ કરી આગળ અભ્‍યાસ કરવાના અનેરા ઉત્‍સાહ અને માસ્‍ટર કરવું જ છે તેવા મકકમ ધ્‍યેયથી CAT જેવી અઘરી પરીક્ષા ઉચ્‍ચ ગુણાંક સાથે પાસ કરી IIMજેવી નામાંકિત સંસ્‍થામાં પ્રવેશ મેળવ્‍યો છે. તેમની આ સિધ્‍ધીથી રાજકોટ સહિત સમગ્ર પાટીદાર સમાજ તથા જેતપુર તાલુકાનું પ્રેમગઢ ગામ ગૌરવ સાથે ખુશીની લાગણી અનુભવી રહ્યું છે.

 

(2:44 pm IST)