Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

લીંબુના ભાવમાં સતત ઘટાડોઃ છુટકમાં મન ફાવે તેવા ભાવો લેવાય છે...

એક મણના ભાવ ૪૪૦૦ રૂા.ની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચ્‍યા બાદ ઘટીને ર૬૦૦ રૂા. થઇ ગયા

રાજકોટ, તા., ૧૩: ચાલુ વર્ષે કાળઝાળ ઉનાળાની ગરમી સાથે લીંબુના ભાવો પણ  આસમાને પહોંચતા લોકોને લીંબુના ભાવે પરસેવો પાડી દીધો હતો. જો કે લીંબુની આવકો વધતાની સાથે જ સતત ભાવો ઘટી રહયા છે છતા છુટક બજારમાં લીંબુના મન ફાવે તેવા ભાવો લેવાય છે.

રાજકોટ યાર્ડમાં આજે લીંબુની ર૮૮  કવીન્‍ટલની આવક હતી અને લીંબુ એક મણના ભાવ ૭પ૦ થી ર૬૦૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. હોલસેલ ભાવે લીંબુ એક મણના ૪૦ થી ૧૩૦ રૂા.ના ભાવ થાય છે. જયારે છુટક બજારમાં લીંબુ એક કિલોના ૭પ થી ૧૪૦ રૂા.ના ભાવે વેચાઇ રહયા છે.

ચાલુ વર્ષે લીંબુ એક મણના ભાવ ૪૪૦૦ રૂા.ની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચ્‍યા બાદ લીંબુ નંગ દીઠ વેચાયા હતા. જો કે ત્‍યાર બાદ લીંબુના ભાવમાં ક્રમશઃ સતત ભાવ ઘટાડો થઇ રહયો છે. છતાં આ ભાવ ઘટાડાનો લાભ આમ પ્રજાને મળતો નથી.

(2:41 pm IST)