Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

વોર્ડ ૧૮ના પૂર્વ કોર્પોરેટર અને સિદ્દીકી મસ્‍જીદ ટ્રસ્‍ટના પ્રમુખ હાસમભાઇ સુમરાની વફાતઃ કાલે ઝીયારત

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૮ ના પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર, સિદીકી મસ્‍જીદ ટ્રસ્‍ટના પ્રમુખ અને જાણીતા મુસ્‍લિમ અગ્રેસર જનાબ હાસમભાઇ તાયાણી (સુમરા) તા. ૧ર ના રોજ ગઇકાલે ગુરૂવારે જામનગર મુકામે વફાત પામ્‍યા છે. તેઓની દફનવિધી ગઇ રાતના જામનગર મુકામે થઇ હતી. મર્હુમની ઝિયારત કાલે તા. ૧૪ ને શનિવારે સવારે ૧૦ વાગ્‍યે તેઓના નિવાસ સ્‍થાન કારૂભાઇ કોર્પોરેટરના ઘર પાસે, કોફીના કારખાના નજીક, સરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ સામે જામનગર ખાતે રાખેલ છે.

મર્હુમ હાસમભાઇ સુમરા વર્ષો થયા રાજકોટમાં દૂધની ડેરી પાસે રહેતા હતા અને સામાજીક - રાજકીય ક્ષેત્રે લોકચાહના પ્રાપ્ત કરી મશહૂર થયા હતાં. પોતાને ૪ પુત્રી અને એક પુત્ર છે. છેલ્લા ૪ વર્ષ થયા પેરાલિસીસના હૂમલા  બાદ અસ્‍વસ્‍થ થઇ જતા જામનગર સ્‍થાયી થયા હતાં. પોતાના સામાજીક કાર્યો  થકી રાજકોટની અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા હતાં.

તેઓની વિદાય થકી  સિદીકી મસ્‍જીદ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ દુઃખની લાગણી વ્‍યકત કરી હતી. તેઓએ રાજકોટ શહેર જીલ્લા કોંગ્રેસ લઘુમતિ વિભાગના ચેરમેન અને રાજકોટ શહેર સુમરા જમાતના પ્રમુખ ઉપરાંત હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે પણ સેવાઓ આપી હતી.

(12:43 pm IST)