Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જિલ્લા ભાજપના આગેવાનો સાથે મુખ્‍યમંત્રીની અણધારી બેઠક

જિલ્લાવાર સંગઠન સાથેનો સંપર્ક વધારતા મુખ્‍યમંત્રી

રાજકોટ,તા. ૧૩ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે અહીંની મુલાકાતે છે. સરકાર, સંગઠન અને કોર્પોરેશન સાથે સાંજ સુધીના તેમના કાર્યક્રમો ગોઠવાયેલા છે. મુખ્‍યમંત્રીએ રાજકોટમાં પ્રથમ વખત સરકારની સાથે સંગઠનના અગ્રણીઓની અલગ અલગ બેઠક યોજલે છે.

ગઇ કાલે અચાનક મેસેજ આવતા જિલ્લાના પાર્ટીના આગેવાનો સાથે તેમની બેઠક યોજવામાં આવી છે.બપોરે ૨ વાગ્‍યે જિલ્લા ભાજપના ૧૫૦ જેટા આગેવાનોને હેમુગઢવી હોલમાં બોલાવાયા છે. જેમાં તેઓ સંગઠન અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

(12:31 pm IST)