Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હવે ‘આપ’ ગુજરાતભરમાં યાત્રા કરશે : ફરી કેજરીવાલ આવશે

રાજકોટમાં ગઇકાલે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હી મુખ્યમંત્રીની ભવ્ય જાહેરસભાની સફળતા બાદ : રાજકોટની ઇમ્પીરીયલ પેલેસ હોટલમાં ‘આપ’ના આગેવાનો સાથે મીટીંગ થઇ : સર્વેમાં અનેક લોકોઍ પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું

રાજકોટ, તા., ૧૨ઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઇકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. કાલે બપોરના ૩ વાગ્યાથી આજે સવારના ૮.ર૦ વાગ્યા સુધી તેઅો રાજકોટમાં રોકાયા હતા. આજે સવારની ફલાઇટમાં તેઅો દિલ્હી જવા રવાના થયા હતા. 
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ઇસુદાન ગઢવીઍ અકિલાને અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદની ગતિવિધિઅો  વિષે માહીતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે આમ આદમી પાર્ટી તા.૧૫ને રવિવારથી ગુજરાતમાં યાત્રા કરશે. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જાડાશે તેમજ ભાજપ સરકાર સામે  લોકોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવશે. આ માટે કાલે અમદાવાદ ખાતે પત્રકાર પરીષદ યોજાશે.  આ યાત્રા ગુજરાતના દરેક જીલ્લામાં પરિભ્રમણ કરશે. યાત્રાના સમાપન સમયે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. 
ઇસુદાન ગઢવીઍ વધુમાં જણાવ્યું હતું કે, કાલે રાજકોટમાં યોજાયેલ જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જે ભાજપ સરકાર સામેનો આક્રોશ બતાવે છે. આ જાહેરસભા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પીરીયલ પેલેસ હોટેલ ખાતે પહોîચ્યા હતા. ત્યાં આપના ગુજરાત પ્રદેશના હોદેદારો ગોપાલ ઇટાલીયા, ગુલાબસિંહ, ઇન્દ્રનીલ રાજયગુરૂ, મનોજભાઇ સોરઠીયા સહીતના જાડાયા હતા અને યાત્રા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલે માર્ગદર્શન આપ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા સર્વેમાં પણ લોકોઍ અરવિંદ કેજરીવાલની કામગીરીને બિરદાવી હતી અને સમર્થન આપ્યું હતું.

(11:10 am IST)