Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલે ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટમાં: જવેલરીના CFC સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

જવેલરી માટેના પ્રથમ કોમન ફેસીલીટી સેન્ટરનો પ્રારંભ થશેઃ ૨૩૦૦ ચોરસ ફુટ કાર્પેટ એરીયામાં અત્યાધુનિક સેટઅપ, સર્વાલન્સ સિસ્ટમ્સ થી સજજઆ અત્યાધુનિક મશીનરીથી જવેલરીના ધંધાના વિકાસને વેગ મળશે

ઙ્ગરાજકોટઃ  રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ૧૩મી મે રાજકોટમાં ૨/૧૦ દિવાનપરા, શ્રીહરી બિલ્ડીંગ આશાપુરા કોમ્પલેક્ષ સામે જવેલરી માટેના પ્રથમ કોમન ફેસિલિટી સેેન્ટર ઘ્જ્ઘ્નું ઉદ્ઘાટન કરશે. ઘ્જ્ઘ્ની સ્થાપના જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઞ્થ્ચ્ભ્ઘ્ દ્વારા વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય , ભારત સરકારના સમર્થનથી કરવામાં આવેલી છે. આ પહેલા ઞ્થ્ચ્ભ્ઘ્ એ ગુજરાતમાં અમરેલી, જુનાગઢ પાલનપુર અને વિસનગરમાં હીરા ક્ષેેત્ર માટે ઘ્જ્ઘ્ની સ્થાપના કરી છે. ઞ્થ્ચ્ભ્ઘ્એ રાજકોટમાં ઘ્જ્ઘ્ની સ્થાપના કરવા અને ઘ્જ્ઘ્ કાર્યરત થયા પછી તને ચલાવવા, સંચાલિત કરવા અને વહીવટ કરવા માટે રાજકોટના જવેલરી કલસ્ટર ફેડરેશન સાથે એમઓયુ કર્યા છે. રાજકોટ  સીએડફસી આશરે ૨૩૦૦ ચોરસ ફુટ કાર્પેટ એરિયામાં સ્થાપવામાં આવ્યુંૅ છે. અને તેને અત્યાધુનિક  સેટઅપ, સર્વેલન્સ, કલાઉડ આધારિત સોફટવેર અને મોનિટરિંગ સિસ્ટમ્સ દ્વારા સજ્જ કરવામાં આવ્યુ છે.

ઞ્થ્ચ્ભ્ઘ્ના ચેરમેન શ્રી કોલીન શાહ એ જણાવ્યુ હતું કે રાજકોટ ખાતેનું ઘ્જ્ઘ્,જે ગુજરાતના ડાયમંડ અને સિલ્વર જવેલરી  મેન્યુફેકચરિંગનું હબ છે. તે ગોલ્ડ જવેલરી મેન્યુફેકચરિંગ માટેે ભારતનું પ્રથમ કોમન ફેસિલિટી સેન્ટર છે. ઘ્જ્ઘ્લ્લ્દ્વારા સરકાર, દેશના ઞ્રૂથ્ સેકટરના પ્લ્પ્ચ્ને ટેકનિકલ સહાય પુરી પાડી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહી છે.  એકવાર ઘ્જ્ઘ્ કાર્યરત થઇ જાય પછી સ્થાનિક એસોસિએશન દ્વારા ચલાવવામાં આવે છે મને ખાતરી છે કે આવી સુવિધાઓ ઉત્પાદિત માલની ઉત્પાદકતા, કૌશલ્ય અને ગુણવત્તામાં વધારો કરશે, ડિઝાઈન અને પ્રક્રિયામાં સુધારો કરશે, આમ દેશમાંથી નિકાસને વધારવામાં મદદ કરશે.

ઞ્થ્ચ્ભ્ઘ્ ના રિજયોનલ ચેરમેન જણાવે છેે કે હાલમાં ભારત સંપુર્ણ વિશ્વમાં ડાયમંડ કટિંૅગ અને પોલીશિંગમાં અવ્વલ સ્થાન દોહરાવે છે તે સિવાય હેંડમેડ જવલેરીમાં પણ કુશળતા ધરાવે છે. ભારતને વિશ્વમાં  પોતાનું સ્થાન જાળવી રાખવા માટે નાના વિસ્તાર, ગામ અને નાના શહેરોમાં રહેલ ઉત્પાદકોને જરૃરી ટેકો આપવો અનિવાર્ય છે મને ખાતરી છે કે ઘ્જ્ઘ્ અત્યાધુનિક મશીનરી પુરી પાડીને સ્થાનિક વેપારને સશકત બનાવશે. જેથી રાજકોટ શહેર સોના-ચાંદીના ઘરેણા માટે જાણીતું છે.  આ શહેર સમગ્ર ભારતમાં ૫૦ ટકાથી વધુ જવેલરી કલકટોને સપ્લાય કરેે છે. અને તેની ઉત્કૃષ્ટ કારીગરી માટે જાણીતું છે, અને આ નવી સુવિધા અહીં રાજકોટમાં લ્પ્ચ્  ઉદ્યોગ માટે એક મોટી તક પુરી પડશે. અમે રાજકોટમાં શ્રેષ્ઠ ગુણવત્તા સાથે સસ્તા દરે શ્રેષ્ઠ સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરીશું હુ રાજકોટના ઞ્રૂથ્  ઉદ્યોગને વિનંતી કરીશ કે અમને ટેકો આપે અને  સુવિધાનો મહત્તમ ઉપયોગ કરે.

રાજકોટના સુવર્ણકાર અને કારીગરી ખૂબ જ ઉત્કૃષ્ટ વેડિંગ જવેલરી ડિઝાઇન કરે છ જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજકોટમાં, જવેલરી ઉત્પાદન પ્રવૃતિઓમાં રોકાયેલા કારીગરી મુખ્યત્વે ગુજરાતી અને બંગાળી સમુદાયના છે.

રાજકોટ પ્લેન ગોલ્ડ જવેલરી મેન્યુફેચરિંગ અને સિલ્વર જવેલરી મેન્યુફેચરિંગ માટે ખૂબ જાણીતા છે. આશરે ૫૦,૦૦૦ કારીગરો પ્લેન ગોલ્ડ જવેલરીના ઉત્પાદનમાં રોકાયેલ છે. અને અંદાજે ૧ લાખ કારીગરો સિલ્વર જવેલરીના ઉત્પાદનમાં રોકાયેલા છે. જવેલરીનું ઉત્પાદન નાની/ મધ્યમ જવેલરી વર્કશોપ દ્વારા હાથ ધરવામાં આવે છે અને તેની સાથે સહયોગી સેવાઓ જેમ કે ડાઇ મેકિૅગ, કેડ સર્વિસ પ્રોવાઇડર, ગોલ્ડ રિફાઇનિંગ વગેરેના વ્યવસાય થી પ્રત્યક્ષ રોજગારી તકો ઊભી થાય છે.

રાજકોટમાં હાથથી બનાવેલા પ્લેન ગોલ્ડ ઘરેણાનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે ૧૫૦ ટન છે. ત્યાં ૧૫૦૦૦થી વધુ એકમો છે જે ઓર્ડરના આધારે કાર્યરત છે. રાજકોટમાં પ્લેન ગોલ્ડ, ચાંદી, ડાયમંડ સ્તરે સહિત લગભગ તમામ પ્રકારના જવેલરી નું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત રાજકોટમાં જવેલરી મશીનરીનું પણ મોટે પાયે ઉત્પાદન થાય છે. તેમ જણાવ્યું છે.

(4:00 pm IST)