Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સાધુ વાસવાણી સેન્ટર દ્વારા દીદીના જન્મદિને સેવા કાર્ય

સાધુ વાસવાણી મિશન (પુના) ના વડા પૂ. દીદી ક્રિષ્નકુમારીના જન્મ દિવસ નિમિતે સાધુ વાસવાણી સેન્ટર રાજકોટ દ્વારા કોરોના સામે ઝઝુમતા ૨૦૦ જેટલા જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. સીવીલમાં સારવાર લઇ રહેલ કોરોના દર્દીઓને ઇમ્યુનીટી બુસ્ટર ડ્રાઇફુટ પેકેટસ તેમજ વિનામુલ્યે ઓકસીજન સીલીંડરની સેવા અપાઇ હતી.  આ સેવા યજ્ઞમાં સાધુ વાસવાણી શાળાના શિક્ષકગણ તથા કર્મચારીગણ સાથે જોડાયા હતા. તેમ બી. બી. ગોગીયાની યાદીમાં જણાવાયુ છે.

(4:28 pm IST)