Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોઠારિયા રોડ પરથી અજય ચારોલા ચોરાઉ એકટીવા સાથે પકડાયો

રાજકોટ તા. ૧૩ :.. કોઠારીયા રોડ બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસેથી આજી ડેમ પોલીસે એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પરથી એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને નીકળવાનો હોવાની કોન્સ. કુલદીપસિંહ, શૈલેષભાઇ અને જયપાલભાઇને બાતમી મળતા પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઇ, જયપાલભાઇ, ભીખુભાઇ અને ઉમેદભાઇ સહિતે કોઠારીયા રોડ બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસેથી જીજે-૩૬-કયુ-૪૮૮૯ નંબરના ચોરાઉ એકટીવા સાથે અજય રમેશભાઇ ચારોલા (ઉ.ર૮) (રહે. વેલનાથપરા શેરી નં. પ)ને પકડી લીધો હતો. તેણે આ બાઇક મોરબી પાવઠાની વાડી પાસેથી ચોર્યાની કબુલાત આપી હતી.

(4:28 pm IST)