Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ : કુલ ૧,૩૩, ૩૦૮માંથી પ૦૯૦ છાત્રો મેરીટમાં

રાજકોટ જિલ્લાના ર૬૮૭ છાત્રોને કવોલીફાઇંગ ગુણઃ ર૪૦ મેરીટમાં

રાજકોટ તા. ૧૩ : રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પી.એ. જલુની યાદીમાં જણાવાયા મુજબ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ર૦ર૦નું પરિણામ આજે જાહેર કરવામાંં આવ્યું છે. અભ્યાસમાં તેજસ્વી પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓને ધો.૧ર સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા આ પરીક્ષા લેવામાં આવે છે ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એન. એમ. એમ. એસ. યોજના એમ.એચ. આર.ડી.નવી દિલ્હી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે ગઇ તા.૧૪ માર્ચ તાલુકા મથકોએ આ પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ બોર્ડની વેબસાઇટ sebexam.org ઉપર જાહેર કરવામાં આવેલ છે.

સ્કોલરશીપ પરીક્ષા માટે રાજયમાં કુલ ૧,૪૧,૧૦૪ પરીક્ષાર્થીઓ નોધાયેલા જેમાથી ૧,૩૩,૩૦૮, વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેલ તે પૈકી ૭૭૩૬૮ વિદ્યાર્થીઓએ કવોલીફાઇંગ ગુણ મેળવેલ છે પ૦૯૦ પરીક્ષાર્થીઓ મેરીટમાં આવેલ છે.

(4:26 pm IST)