Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

શ્રીશ્રી રવિશંકરજીનો આજે જન્મદિન

આર્ટ ઓફ લીંવીગના પ્રણેતા, માનવતાના મહાપુરૂષ

આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા, માનવતાના મહાપુરૂષ, સ્પીરીટયુઅલ લીડર, શાંતીના એમ્બેસેડર, માનવ જાતના ચાહક, એક જ મંત્ર ધ્વારા વિશ્વના લોકોને મંત્રમુગ્ધ અને જીવન જીવવાની રાહ ચીંધાડનાર પૂ.શ્રી.શ્રી રેવિશંકરજીનો આજે તા. ૧૩ મી મેના જન્મદિન છે.

 શ્રીશ્રી રવિશંકરજીના જન્મદિન નિમિતે વિશ્વભરમાં ચાલતા આર્ટ ઓફ લીવીંગના કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે.

 શ્રી શ્રી રવિશંકરજીનો જન્મ તા. ૧૩મી મે ના ૧૯૫૬ ના થયો. ૨૪માં વષે પહેલી રૂરલ સ્કુલ (૧૯૮૧), તેમણે રપમાં વષે (૧૯૮૨) બેંગ્લોરમાં રહીને આર્ટ ઓફ લીવીંગનો કોર્ષ તૈયાર કર્યો ૩૯માં વર્ષે (૧૯૯૫ ) તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગામ આપ્યો. ૪૧માં વર્ષે (૧૯૯૬) ઈન્ટરનેશનલ એસો. માનવ જીવન માટે ૫૦માં વર્ષે અઢી મીલીયન લોકોને જોડયા અને (૨૦૦૬)માં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. પ૬માં વર્ષે વોલન્ટીયર ફોર બેટર ઈન્ડીયા (૨૦૧૨) વન વર્લ્ડ ફેમેલી ઉદેશ રજુ કર્યો.

 સુદર્શન ક્રિયા ધ્વારા કરોડો લોકોના જીવનમાં પ્રકાશ પથરાયો છે. ગુરૂજી ધ્વારા પ્રસ્થાપિત સુદર્શન ક્રિયાની રીધમટેનીક શ્વાસ, બોડી અને માઈન્ડ અને લાગણીઓ તરબતર કરી એક નવું જીવન અર્પે છે. ગુરૂજી ધ્વારા કરોડો લોકોના જીવનમાં સુખ, શાંતી, પ્રેમ, દયા, સેવા અને ધમે ઉદભવેલ છે. સાધના,સેવા અને સત્સંગ આ ત્રણ મહામુલ્ય વાત જીવનમાં અપનાવવાથી માણસ સુંદર પ્રેમાળ અને ભયમુકત બની જાય છે.

 હાલ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીમાં ગુરૂજી ધ્વારા લાખો લોકોને ભોજન તથા ઓકિસજન સહાય તથા જરૂરી તમામ સેવાઓ કરવી ગુરૂજી ધ્વારા માનવતાના મુલ્યોનું વિશિષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

 આજે એમના જન્મદિને જીવનમાં માનવબંધુઓ વચ્ચે પ્રેમના તાંતણા મજબૂત કરી દિલથી, લાગણીથી કોઈ જાતના સ્વાર્થમાં તણાયા વગર જીવનની ડોર મજબુત કરી જીવન સાર્થક થઈ જાય તેવી અભ્યર્થના 

  શ્રીશ્રી રવિશંકરજીના જન્મદિન નિમિતે ભાવવંદના .....

પ્રાસંગીક

ડો. રાહુલ સંધવી, અતુલ સંધવી

ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટી તથા આર્ટ ઓફ લીવીંગ પરીવાર, રાજકોટ

(4:25 pm IST)