Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જીલ્લા પંચાયતમાં કોરોના ફ્રન્ટલાઇન વર્કરના ભથ્થામાં વધારો : મનપામાં કયારે ?

 રાજકોટ, તા, ૧૪: રાજય સરકારે જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં કામગીરી બજાવતા મેડીકલ ઓફીસરો, નર્સ વગેરે કોરોના ફ્રન્ટલાઇન વકર્સના પગારમાં ૧ાા થી ર ગણોવધારો કર્યો છે. જયારે મ.ન.પા.ના આરોગ્ય વિભાગમાં વધારો નહી થતા કચવાટ ફેલાયો છે.

જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે મેડીકલ ઓફીસરનો પગાર ૩૦ હજારમાંથી ૪૦ હજાર તથા નર્સનો ૧૮,પ૦૦ માંથી ૩૦ હજાર કરી નંખાયાનો પરીપત્ર જાહેર કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે હાલ પ્રર્વતમાન કોવિડ-૧૯ના વધતા જતા સંક્રમણના કારણે રાજય સરકારની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો સતત કાર્યરત છે. મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ, તબીબી અને નસીગ સ્ટુડન્ટોની સેવાઓ પણ લેવામાં આવી રહેલ છે. તેમજ ફ્રન્ટલાઇન વર્કર તરીકે વિવિધ વિભાગના કર્મચારીઓ ફરજ પર કાર્યરત છે. પરંતુ વર્તમાન સમયની જરૂરીયાતને ધ્યાને લેતા આ અંગે વધુ માનવબળની જરૂરીયાત જણાય છે. આથી મેડીકલ અને પેરા મેડીકલ માનવબળની કોવીડ કામગીરી ધ્યાને લઇ તેમના પગાર ધોરણમાં કોવીડ કામગીરી પુરતો સુધારો કરવાનો હુકમ થયેલ છે જે મુજબ અત્રેની કચેરી દ્વારા નીચે મુજબના સંવર્ગના માનવબળની ભરતી કરીને નિમણુંક આપવામાં આવેલ છે. તેઓને તેમના નામ સામે દર્શાવેલ પગાર સુધારાનો લાભ તા. ૧૯ એપ્રિલથી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી આ આદેશનો અમલ કરવાનો રહેશે. આ સુચવેલ સુધારો હાલ સંસ્થા ખાતે ફરજ બજાવતા તથા આઉટ સોર્સ એજન્સી મારફતે લેવામાં આવેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.  આમ જીલ્લા પંચાયતે ફ્રન્ટલાઇન વર્કર્સનો પગાર વધારો કર્યો છે ત્યારે મ.ન.પા. ના આરોગ્ય સ્ટાફમાં પણ પગાર વધારો થાય તેવી માંગ ઉઠી રહી છે.

(3:25 pm IST)