Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રસીકરણ કેન્દ્રોમાં બોગસ ટોકન - લાંબી લાઇનોની ફરિયાદો મળતા મેયર - ડે.મેયર દોડી ગયા

સુચક સ્કુલ - નંદનવન - નારાયણનગર - આંબેડકરનગર સહિતના આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લઇ મ.ન.પા.ના સિમ્બોલવાળા ટોકનો શરૂ કરાવ્યા : ૪૫થી વધુ ઉંમરના વડિલોને રસી સરળતાથી જ અપાય છે કોઇએ ગભરાવવાની જરૂર નથી : પ્રદિપ ડવ - ડો. દર્શિતા શાહની અપીલ : સવારે ૫ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી : ૮.૩૦ વાગ્યે ઉભા રહેશો તો પણ ટોકન મળી જશે : પદાધિકારીઓની ખાત્રી

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના વેકિસન આપવામાં આવે છે. ત્યારે આ વેકિસનેશન મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે ટોકન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાના ટોકન જેવા જ બોગસ ટોકન બનાવીને વેકિસનેશનમાં વહેલો વારો લેવાનું કારસ્તાન શરૂ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા મેયર પ્રદિપ ડવ અને ડે.મેયર ડવ અને ડે.મેયર પ્રદિપ ડવ અને ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે આજે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ નવી ટોકન વ્યવસ્થા શરૂ કરાવેલ.

બોગસ ટોકનની ફરિયાદ મળ્યા બાદ મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ટોકન અંગેની ફરિયાદો વિવિધ વોર્ડમાંથી મળી રહી છે અને આ ફરિયાદને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. તરત જ નવા પ્રકારના ટોકન તૈયાર કરી તેમાં મહાપાલિકાનો લોગો મૂકવા અને અધિકારીની સહી તેમજ ક્રમાંક નંબર અને તારીખ લખવા વ્યવસ્થા કરવા નક્કી કરાયું છે. આ માટે કોઈ ડુપ્લીકેટ કે બોગસ ટોકન બનાવી વેકિસનેશનમાં વહેલો વારો ન લઈ લેવા પ્રયત્ન કરશે તો તેની સામે કાર્યવાહી કરી શકાય.

આ અંગે વિસ્તૃત વિગતો આપતા મેયરશ્રીએ જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ૨૧ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આ આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં, ટેસ્ટિંગ તેમજ ૪૫ થી વધુ ઉંમરના લોકોને કોરોના અંતર્ગત વેકિસન આપવામાં આવે છે.

આરોગ્ય કેન્દ્રો પર વેકિસન માટે જુદા જુદા પદ્ઘતિ મુજબના ટોકન આપવામાં આવતા જેના કારણે આપવામાં આવતા ટોકનનો કોઈ બોગસ ટોકન ન બનાવે અને તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટોકનની એક સુત્રતા જળવાઈ રહે તે માટે તમા કેન્દ્રો પર રાજકોટ મહાનગરપાલિકાના લોગો સંબધક અધિકારીની સહી, સિક્કો, તારીખ સાથે ટોકન આપવા મેયરશ્રીએ જણાવેલ જેના અનુસંધાને આજથી ઉપર જણાવેલ વિગતસાથેના ટોકન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. 

આજે મેયરશ્રીએ મવડી, આંબેડકરનગર, તથા નારાયાણ નગર આરોગ્ય કેન્દ્રની સ્થળ મુલાકાત લીધેલ. સ્થળ મુલાકાત વખતે ડોકટર તથા સ્ટાફ સાથે તેમજ વેકિસન લેવા આવનાર લોકો સાથે ચર્ચા કરેલ.

આ તમામ કેન્દ્રો પર નવા ટોકન આપવામાં આવેલ હતા. તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. અને રસી લેવા આવનારને બેસવા માટે ખુરશી, પીવાના પાણી વિગેરેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. હાલમાં દરેક કેન્દ્રમાં રોજ ૩૦૦ ટોકન આપવામાં આવી રહ્યા છે.

જ્યારે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે વોર્ડ નં. ૨ની ચાણકય સ્કુલ, નંદનવન, સુચક સ્કુલ વગેરે આરોગ્ય કેન્દ્રોની આજે સવારે મુલાકાત લીધી ત્યારે કેન્દ્ર ઉપર ટોકન માટે માથાકુટના દ્રશ્યો નજરે ચડયા હતા. આથી ડે.મેયરશ્રીએ લાઇનમાં ઉભેલા લોકોને વેકસીન લેવાની સાચી સમજ આપતા જણાવેલ કે, જે લોકો કોરોના પોઝિટિવ થઇ ગયા હોય તેઓએ સારવાર શરૂ થયાના ૧ મહીના પછી જ રસી લઇ શકે અને જે લોકોને પ્રથમ ડોઝ લીધા પછી ૪૨ દિવસ પછી જ રસી લઇ શકે.

આ સાચી સમજ અપાયા પછી મોટા ભાગના લોકોને લાઇનમાંથી નિકળી જવું પડયું. આમ રસી કયારે લેવી તેની જાણકારીના અભાવે આરોગ્ય કેન્દ્રોમાં મોટી લાઇનો લાગતી હોવાનું ડે.મેયરશ્રીએ જણાવેલ.

આ ઉપરાંત ડે.મેયરશ્રીએ ખાસ અપીલ કરી છે કે ૪૫થી વધુ ઉંમરના લોકોએ વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. કેમકે કેન્દ્ર દિઠ ૩૦૦ ટોકન અપાય છે. તેમાં અનેક કેન્દ્રો પર દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં ઘણા ટોકન વધે છે. આથી સવારે ૮.૩૦ વાગ્યે પણ લાઇનમાં ઉભા રહેશો તો પણ ટોકન મળી જશે. માટે કોઇએ ગભરાવવાની જરૂર નથી. માત્ર ધીરજ રાખી સાચી સમજ મુજબ રસી લેવા માટે જશો તો સરળતાથી રસીનો ડોઝ મળી જશે.(

(3:23 pm IST)