Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

લગ્નની વર્ષગાંઠે સેવાકાર્યો : ખખ્ખર યુગલ દ્વારા પ્રેરણાદાયી આયોજન

રાજકોટ : જીવદયાપ્રેમી અને સામાજીક કાર્યકર હિતેશભાઇ ખખ્ખર તેમજ નેહાબેન ખખ્ખરની લગ્ન વર્ષગાંઠની સેવામય ઉજવણી કરવામાં આવી હતી. થેલેસેમીયા પીડીત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓના લભાર્થે સ્વામિનારાયણ ચોકમાં રકતદાન શીબીરનું આયોજન સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથ કરવામાં આવેલ. એકત્ર થયેલ ૫૦ બોટલ રકત ગરીબ દર્દીઓ માટે અર્પણ કરાયુ હતુ. તેમજ અબોલ જીવો માટે પીવાના પાણીની સીમેન્ટની મોટી કુંડીઓનું વિતરણ કરવામાં આવેલ. આ સેવાયજ્ઞના પ્રારંભે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહાનગરપાલિકા દંડક સુરેન્દ્રસિંહ વાળા, એનીમલ હેલ્પલાઇનના મિતલભાઇ ખેતાણી, વોર્ડ નં. ૧૧ ના પ્રભારી હસમુખભાઇ ચોવટીયા, વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ વિજયભાઇ ટોળીયા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર શૈલેષભાઇ હરીભાઇ ડાંગર, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, કુમકુમ ગ્રુપના અશોકભાઇ જાદવ, પુજાબેન ત્રિવેદી, બડાબજરંગ મિત્ર મંડળના કલ્પેશભાઇ ગમારા, વિજયભાઇ પુનવાણી, સોની સમાજના આગેવાનો અરવિંદભાઇ પાટડીયા, એનિમલ વેલ્ફેર બોર્ડના યશભાઇ શાહ, પ્રદેશ ભાજપ સભ્ય દિનેશભાઇ અમૃતિયા, ઉદ્યોગપતિ રમેશભાઇ જીવાણી, સેવાભાવી અગ્રણી મનીષભાઇ પરીખ તેમજ નામી અનામી અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેન્જલભાઇ મહેતા, ધર્મેશભાઇ કેતનભાઇ સોઢા, નારણભાઇ બોળીયા, સાવનભાઇ હરીયાણી, ભાવિકભાઇ મારૂ, નિર્મલભાઇ પટેલ, દર્શીલભાઇ મહેતા, જયદીપભાઇ કાચા, ધવલભાઇ પરમાર, વિજયભાઇ પંડયા, અજયભાઇ પંડયા અને ગ્રુપના મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)