Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મારુ ગામ, કોરોનામુકત ગામે અભિયાન અંતર્ગત ગામડા ખૂંદતા પંચાયત પ્રમુખ ભૂપત બોદર

રસીકરણને વેગ આપવા અપીલઃ આરોગ્ય કેન્દ્રોની મુલાકાતઃ એમ્બ્યુલન્સ લોકાર્પણ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે રાજકોટ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૩ :.. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 'માર ું ગામ કોરોના મુકત ' ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ન પ્રસરે તે માટે આપેલા નિર્દેશોને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરે પંચાયતના સભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકો યોજીને ગામડાઓને કોરોના મુકત કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે.કાર્યક્રમમાં ગામના સરપંચ રમેશભાઇ કીયાડા, હરેશભાઇ સોજીત્રા, કેયુરભાઇ ઢોલરીયા, મહેશભાઇ આટકોટીયા, રસિકભાઇ ખુટ, હરિભાઇ બોદર, કલ્પેશભાઇ રૈયાણી અને જગદીશભાઇ સોજીત્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત ગોલીડા ગામ ખાતે ભૂપતભાઇ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી અને આખા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીરાભાઇ વાઘેલા, થોભણભાઇ આટકોટીયા, રણજીતભાઇ ખાચર, મહેશભાઇ આટકોટીયા, કલ્પેશભાઇ રૈયાણી, રસિકભાઇ ખુંટ અને કેયુરભાઇ ઢોલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ હડમતીયા ગામ ખાતે પ્રમુખ ભૂપતભાઇ અને તેમની ટીમ દ્વારા હડમતીયા ગામને પણ સેનેટાઇઝ કરવાનો કાર્યક્રમ યોજવામાં હતો અને ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી જેમાં સરપંચ નિર્મલભાઇ બકુત્રા, સુભાષભાઇ હિરપરા, ચકાભાઇ ડાંગર, રામભાઇ ડાંગર, મયુરભાઇ ડાંગર, મહેશભાઇ આટકોટીયા, કેયુરભાઇ ઢોલરીયા, કલ્પેશભાઇ રૈયાણી અને રસિકભાઇ ખૂંટ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક દ્વારા સંસદ સભ્ય તરીકેની તેમની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર હેઠળની ગોંડલ, જેતપુર, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાને ઓકિસજન તેમજ બેઝિક લાઇફ સપોર્ટ સીસ્ટમની સુવિધા સાથેની એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ ગોંડલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને જિલ્લાના અન્ય આગેવાનો સાથે ગોંડલના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.આ કાર્યક્રમમાં બેડલા ગામના સરપંચ કિશોરભાઇ બોદર, ગામના સ્થાનિક આગેવાનો ભીખાભાઇ ગોવાણી, ધીરૂભાઇ રામાણી, વિઠલભાઇ બોદર, મુળજીભાઇ બોદર, નવઘણભાઇ મકવાણા, ગઢકા ગામના સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, રસિક ખૂંટ, મહેશભાઇ ઉપરાંત હિસાબી અધિકારી ભૂવા, વિકાસ અધિકારી પી. સી. પરમાર, વિસ્તરણ અધિકારી કે. બી. જાડેજા વગેરે હાજર રહ્યા હતાં.

તેમજ ફાડદંગ ગામ ખાતે ભુપતભાઇ બોદર અને તેમની ટીમે ફાડદંગ ગામની મુલાકાત લીધી હતી અને ગામને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી પીઠાભાઇ, ગોવિંદભાઇ કિહલા, કેશુભાઇ રામાણી, ગેલાભાઇ રામાણી, રાજકોટ તાલુકા ઉપપ્રમુખશ્રી વલ્લભભાઇ મકવાણા, કેયુરભાઇ ઢોલરીયા, રસિકભાઇ ખુટ, મહેશભાઇ આટકોટયા, હરીભાઇ બોદર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:17 pm IST)