Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટ ગુરૂકુળ દ્વારા સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાની દવાનું વિતરણ

રાજકોટઃ ગુરૂકુળના શ્રી પ્રભુસ્વામીની યાદીમાં જણાવ્યા મુજબ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન આઇસોલેશન સેવા કેન્દ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રહેવા જમવા ઉપરાંત એમડી ડોકટર શ્રી મિલન ધોનીયા તથા સંદીપ હરસોડાના માર્ગદર્શન અનુસાર રેમડેસિવિર વગેરે ઇન્જેકશનનો, ફેબી ફલૂ, એસ્પરિન વગેરે ટેબલેટો તથા ઓકિસજન બેડના દર્દીઓની સારવાર સાથે આજ સુધીમાં ૧૯ લાખ ઉપરાંતની દવાઓ ગુરૂકુળ તરફથી આપવામાં આવી તથા સૌરાષ્ટ્રના ગામડાઓમાં ૧૮ લાખ રૂપિયાની આયુર્વેદિક ઔષધિઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરાઇ રહયું છે.

(3:16 pm IST)