Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

માઁ કાર્ડમાં પ લાખની સહાયની છુટ છે તો કોરાના સારવારમાં માત્ર પ૦ હજારની મર્યાદા કેમ?

સરકારે ગરિબ દર્દીની મશ્કરી કરી રહ્યાનો પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અને પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩ : ''માઁ કાર્ડની જોગવાઇમાં પાંચ લાખ સુધીની સારવાર કાર્ડ ધારકોને આપવાની થાય છે તો કોવીડના દર્દીઓને પચાસ હજારની સારવાર કે મ?'' તેવા સવાલો  પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મનસુખ કાલરીયાએ ઉઠાવ્યા છે.

આ અંગે ગાયત્રીબા અને મનસુખભાઇએ જણાવ્યું હતું કે રાજય સરકારે ત્રણ દિવસ અગાઉ જાહેરાત કરેલ કે કોરોનાના જેદર્દીઓ ''માઁ કાર્ડ'' ધરાવે છે. તેઓને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળશે પરંતુ આજ દિન સુધી ખાનગી હોસ્પીટલો આવી સારવારની સાફ ઇન્કાર કરતી રહી બહાનું હતું કે સરકારનો લેખીતમાં કોઇ પરિપત્ર મળેલ નથી.

આ બાબતે આજે સરકારશ્રીએ કોળથામાંથી બીલાડુ કાઢે તેમ ફરી જાહેરાત કરી કે માઁ કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં દરરોજના પ૦૦૦ લેખે ૧૦ દિવસની જ સારવારના પ૦૦૦૦ મળશે.

જે નિર્ણય માઁ કાર્ડ ધારક દર્દીઓને હળાહળ અન્યાય કર્તા છે. માઁ કાર્ડમાં પ લાખ સુધીની જોગવાઇ છે તો પ૦ હજારની જ મર્યાદા કેમ? સરકારશ્રીએ પ લાખ સુધીની સારવાર મફત કરવી જ જોઇએ એવી માંગણી કરવામાં આવી છે.

એક તો સરકારે માઁ કાર્ડ ધારકો માટે મોડે મોડે જાહેરાત કરી અને એ પણ માત્ર મશ્કરી રૂપ જ બિલકુલ વ્યાજબી નથી. સરકાર માત્ર સસ્તિ પ્રસિધ્ધ માટે જ ાવી જાહેરાતો કરે છે.જે દેખાઇ આવે છે. તેવો આક્ષેપ ગાયત્રીબા અને મનસુખભાઇએ કર્યો હતો.

(3:15 pm IST)