Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન કોલેજનો દબદબાભેર બીજા વર્ષમાં પ્રવેશ

ડિઝાઇન સેકટરમાં ડિઝાઇનની ડિમાન્ડ વર્ષો સુધી રહેશેઃ કારકીર્દી બનાવો

વર્લ્ડ કલાસ એકેડમિક એડવાઈઝરી ટીમ, હાઈલી કવાલીફાઈડ ટીચિંગ ફેકલ્ટી અને સ્ટેટ ઓફ આર્ટ ઈન્ફાસ્ટ્રકચર સાથે ઘરઆંગણે ઉપલબ્ધ છે, ચાર વર્ષનાં બેચલર ઓફ ડિઝાઈન ડીગ્રી પ્રોગ્રામ : ડિઝાઈનનાં વિવિધ કોર્ષ શીખવતી સૌરાષ્ટ્રની એકમાત્ર કોલેજઃ ભુપતભાઇ બોદર-અનિમેષભાઇ રૂપાણ-ડો. મેહુલભાઇ રૂપાણી-નિયંતભાઇ ભારદ્વાજ : ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ ડિઝાઇન કોલેજમાં સેમીનાર કલાસરૂમ, પ્રોડકટ ડિઝાઇન સ્ટુડીયો ઇન્ટિરીયર ડિઝાઇન સ્ટુડીયો, ગ્રાફીકસ ડિઝાઇન સ્ટુડીયો, ફેશન ડીઝાઇન સ્ટુડીયો, સ્ટુડન્ટ ડિસ્કશન એરીયા, સ્યુઇન્ગ લેબ, કેન્ટીન, કાઉન્સેલીંગ રૂમ વિ. સુવિધા ઉપલબ્ધ : જેમને ડિઝાઇનમાં રસ હોય તેઓ ડેડિકેશન અને પેશનથી આ ક્ષેત્રમાં પોતાની ઉજજવળ કારકીર્દી બનાવી શકે : ચાર વર્ષમાં ચાર ડિગ્રી કોર્સમાં ઇન્ટિરીયર ડીઝાઇન, પ્રોડકટ ડિઝાઇન, કોમ્યુનિકેશન ડિઝાઇન અને ફેશન ડિઝાઇનના કોર્સ થઇ શકે છે : આ ચારેય કોર્સમાંથી કોઇપણ કોર્સ કર્યા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ કરિઅર બનાવવાની ઉમદા તકો મળી રહે છે. રાજકોટ આસપાસ સિરામિક, ઓટો પાર્ટ્સ, સહિત અનેક ઉદ્યોગો છે. આ બધા ઉદ્યોગો ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે.

ડિઝાઇન ક્ષેત્રે કારકીર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હવે આ કોર્ષ માટે દેશ-વિદેશમાં જવાની જરૂર નથીઃ રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન કોલેજ (આઇઆઇડી)માં આ કોર્ષ કરી શકાય છે. આ કોલેજનો બીજા વર્ષમાં પ્રવેશ થયો છે. ફાઇલ તસ્વીરમાં આઇઆઇડી ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજરે પડે છે

રાજકોટઃ દેશમાં સૌથી વધારે નોકરી ક્યા ક્ષેત્રમાં સર્જાઈ રહી છે? - આખા જગતમાં નોકરી શોધવા માટે વપરાતી જાણીતી સાઈટ લિન્કડઈનનો રિપોર્ટ - જોબ્સ ઓન ધ રાઈઝ. લિન્કડઈન નિયમિત રીતે જોબ્સ ટ્રેન્ડનો રિપોર્ટ રજૂ કરતી હોય છે. ગત અઠવાડિયે જ તેનો વર્ષ ૨૦૨૧ માટેનો રિપોર્ટ રજૂ થયો છે. અત્યારે કેવી નોકરીઓ છે અને કમસે કમ બે વર્ષ સુધી કેવી ભરતીઓ થતી રહેશે, તેનો ચીતાર તેમાં આપવામાં આવ્યો છે. એ રિપોર્ટમાં રજૂ થયેલી માહિતી મુજબ ડિઝાઈન ક્ષેત્રમાં પણ નોકરીની અવનવી તકો ખુલી રહી છે. ડિઝાઈન સેકટરમાં ડિઝાઈનરની ડિમાન્ડ આજ અને આવતીકાલ.. વર્ષો સુધી રહેવાની છે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ૧૫૦૦૦-૨૦૦૦૦ જેટલા નવા ડિઝાઈનરની જરૂરિયાત ઉભી થાય છે અને આ જરૂરિયાતની સામે માંડ ૩૫૦૦-૫૦૦૦ જેટલા નવા ડિઝાઈનર માર્કેટમાં આવે છે. મતલબ કે, જેમને ડિઝાઈન ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે તેમને માટે આ ફિલ્ડમાં ઘણી ફ્રી સ્પેસ છે. બસ થોડી આવડત, અભ્યાસ અને અનુભવીઓનાં માર્ગદર્શન દ્વારા ડિઝાઈન ક્ષેત્રમાં વાઈટકોલર વર્ક મળી શકે છે એ પણ સારા દામ-નામથી.

 માર્કેટ ડિમાન્ડ ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રનાં યુવાનો પણ ડિઝાઈન ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ કંપનીઓની અંદર પોતાની સુંદર મજાની કારકિર્દી ઘડી શકે છે તે માટે રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ ડિઝાઈન કોલેજની સ્થાપના આજથી એક વર્ષ અગાઉ કરવામાં આવેલી. સૌરાષ્ટ્રની પ્રથમ ડિઝાઈનિંગ કૉલેજ, 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન'નો રાજકોટ ખાતે પ્રારંભ થયા બાદ એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહ્યું છે. આ એક વર્ષ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ આ કોલેજમાં એડમિશન મેળવી ડિઝાઈન ક્ષેત્રે પોતાની સફળ કારકિર્દીનું પ્રથમ ડગલું માંડી દીધું છે. આ સિવાય માત્ર એક વર્ષનાં ટૂંકાગાળામાં આ કોલેજે ડિઝાઈન એજ્યુકેશનમાં પોતાનું આગવું નામ-સ્થાન પણ બનાવી લીધું છે. આવનારા વર્ષોમાં આ કોલેજ માત્ર સૌરાષ્ટ્રની જ નહીં ગુજરાતની એકમાત્ર શ્રેષ્ઠ ડિઝાઈન કોલેજમાં નામના મેળવી રહી છે.

 નિયંત ભારદ્વાજ, મેહુલ રૂપાણી અને ભૂપત બોદર સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન સૌરાષ્ટ્રની સૌપ્રથમ ડિઝાઈનિંગ કોલેજ છે, જેને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કોલેજમાં ડિઝાઈનિંગનો ચાર વર્ષનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય ડીગ્રી કોર્સ થઈ શકે છે જે સૌરાષ્ટ્રમાં અત્યારે બીજે ક્યાંય થતો નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાં ચાર વર્ષનાં બેચલર ઓફ ડિઝાઈન ડીગ્રી પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે. ચાર વર્ષનાં આ ચાર ડીગ્રી કોર્સમાં ઈન્ટિરિયર ડિઝાઈન, પ્રોડકટ ડિઝાઈન, કોમ્યુનિકેશન ડિઝાઈન તથા ફેશન ડિઝાઈનનાં કોર્સ થઈ શકે છે. કોઇપણ વિદ્યાશાખા (સાયન્સ, કોમર્સ, આર્ટસ)માં ધોરણ ૧૨નાં અભ્યાસ બાદ ડિઝાઈનનો ડીગ્રી કોર્સ કર્યા પછી રાજકોટ- સૌરાષ્ટ્રમાં જ ઘરઆંગણે ઘણા કરિઅર ઓપ્શન્સ ઈઝીલી એવેલેબલ છે. હવે સૌરાષ્ટ્ર પણ મલ્ટીનેશનલ કંપનીઓનું હબ છે ત્યારે સૌરાષ્ટ્રની મલ્ટીનેશનલ કંપનીઓમાં તમે પણ રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાંથી ડિઝાઈન સબ્જેકટમાં ડીગ્રી લઈ ડિઝાઈનર તરીકે ઉચ્ચ કારકિર્દી ઘડી શકો છો.

 ઉત્તમ ભવિષ્યની ચાહના ધરાવતા કોઈપણ વિદ્યાર્થીને ડીફરન્ટ ડિઝાઈનર બનાવવા રાજકોટનાં હાર્દસમા વિસ્તાર રેસકોર્ષ રીંગરોડ ઉપર આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાં સેમિનાર કલાસરૂમ, પ્રોડકટ ડિઝાઈન સ્ટુડિયો, ઈન્ટીયર ડિઝાઈન સ્ટુડિયો, ગ્રાફિકસ ડિઝાઈન સ્ટુડિયો, ફેશન ડિઝાઈન સ્ટુડિયો, સ્ટુડન્ટ ડિસ્કશન એરિયા, સ્યુઈન્ગ લેબ, કેન્ટીન, કાઉન્સેલિંગરૂમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કોલેજ પાસે વર્લ્ડ કલાસ એકેડમિક એડવાઈઝરી ટીમ, મુંબઈ, દિલ્હી, અહેમદાબાદનો હાઈલી કવાલીફાઈડ ટીચિંગ ફેકલ્ટી સ્ટાફ અને એકસ્ટ્રા ઓડીનરી સ્ટેટ ઓફ આર્ટઈન્ફાસ્ટ્રકચર પણ છે. કોલેજ પાસે વિશાળ ફાઉન્ડેશન કલાસરૂમ છે. સ્ટુડન્ટ એરિયા, લાયબ્રેરી વગેરે પણ પ્રથમ કક્ષાનાં છે. જેમાંથી એજ્યુકેશન મેળવી તૈયાર થાય છે ક્રિએટીવ ડિઝાઈનર. સૌથ મહત્વની બાબત એ કે, જેવી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની કોલેજોમાં હોય તેવી જ સુવિધાઓ આપતી રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજની ફી તદ્દન વાજબી છે. એટલે હવે ડિઝાઈન એજ્યુકેશન મેળવવા માટે છેક અહેમદાવાદ, મુંબઈ, દિલ્હી, પુના, બેંગ્લોર સુધી લાંબુ થવાની જરૂર નથી, આપણા ઘરઆંગણે જ ડિઝાઈનનાં ચાર-ચાર કોર્ષ શીખવતી સૌરાષ્ટ્રની એકમાત્ર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજ અહીં શરૂ થઈ ચૂકી છે.

 હમણા બોર્ડની પરીક્ષા આવશે અને ધોરણ ૧૨ - એચ.એસ.સી.નાં પરિણામ જાહેર થશે એ સાથે જ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ઉચ્ચ અભ્યાસક્રમ અંગે મુંઝવણમાં મુકાઈ જશે. બાળકને શું બનાવવું અને શું ભણાવવું? આપણે ત્યાં સંતાનોનાં કેરિયરની પસંદગી કરવાનું કામ મોટાભાગે સંતાનોનાં માતા-પિતા કરતા હોય છે. જેઓ મહદ્અંશે પોતાના ભૂતકાળનાં અનુભવો, મિત્રો કે સગાંવ્હાલાની સલાહ મુજબ કે બીજાઓની દેખાદેખીમાં ગાડરિયા પ્રવાહમાં તણાઈને સંતાનની કારકિર્દીનો નિર્ણય લેતા હોય છે. મોટાભાગના વાલીઓ પોતાના બાળકને ડોકટર, એન્જીનિયર કે સી.એ જ બનાવવાની ઈચ્છા રાખતા હોય છે. પરંતુ હકીકત એ છે કે અમુક પ્રકારના ફિલ્ડમાં જ ઉજ્જ્વળ કારકિર્દી છે તે માત્ર ભ્રમણા છે. દુનિયામાં તમામ પ્રોફેશનનું પોતાનું એક આગવું મહત્વ છે જેમાં ડિઝાઈન પણ સામેલ છે. આજે સારા ડિઝાઈનરની દરેક ક્ષેત્રમાં માંગ છે.

 અત્યારે જ તમારી આસપાસ નજર દોડાવો તો કઈ એવી વસ્તુ નહીં હોય જેની ડિઝાઈન થયેલી ન હોય, કે તેની ડિઝાઈન માટે ડિઝાઈનરની જરૂર ન પડી હોય? એવી એકપણ વસ્તુ નહીં મળે જેની ડિઝાઈન નક્કી જ હોય અથવા જેની ડિઝાઈનમાં બદલાવ ન આવતો રહેતો હોય. સમયની સાથે દરેક વસ્તુની ડિઝાઈન પણ આઉટડેટેટ થઈ બદલે છે. ડિઝાઈનરની જરૂર કાયમી હતી, છે અને રહેવાની. આવું એજ્યુકેશન ફિલ્ડમાં પણ છે. એજ્યુકેશનમાં પણ માર્કેટની ડિમાંડને ધ્યાનમાં રાખીને અવનવા કોર્ષ ડિઝાઈન કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓમાં રહેલી આવડતને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમ બનાવવામાં આવી રહ્યાં છે. હવે માત્ર સાઈન્સ કે કોમર્સમાં જ ભણી સફળ કારકિર્દી બનાવી શકાય છે એવું રહ્યું નથી. આર્ટસના વિષયો લઈને પણ શિક્ષકથી લઈને સાહિત્યકાર સુધીની કેરિયર બનાવી શકાય છે એવી જ રીતે જેમને ડિઝાઈનમાં રસ હોય તો તેઓ પણ ડેડીકેશન અને પેશનથી આ ક્ષેત્રમાં પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી જ શકે છે.

અને એટલે જ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાં આગામી વર્ષ માટે ડિઝાઈનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા ચાલુ છે. જો તમને પણ ડિઝાઈનીંગમાં રસ હોય, તમે પણ ક્રિએટિવ હોય, તમારી પાસે અવનવા આઈડિયાઝની ભરમાળ હોય તો ચીલાચાલુ અભ્યાસક્રમમાં જોડાવવાની જગ્યાએ હોટ ફેવરિટ કેરિયર ઓપ્શન મનાતા ડિઝાઈન એજ્યુકેશનમાં એડમિશન ઓપન છે. તેમાં માત્ર દામ જ મળે છે, એવું નથી.. નામ પણ મળે છે. આ ક્ષેત્રમાં ગ્લેમર છે, પ્રતિષ્ઠા છે, પૈસા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે, આ ક્ષેત્રમાં જેમને રુચિ હોય તેમને કામ કર્યાનો સંતોષ - સેટિસફેકશન પણ છે. રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજ ભાવી ડિઝાઈનરને આવકારે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  અમારી નમ્ર અપીલ છે કે, વધુમાં વધુ મુલાકાત લઈને ડિઝાઇનિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો નિર્ણય લો. ડિગ્રી પ્રોગ્રામ અંગેની વધુ માહિતી આપણે IID ના કેમ્પસ પરથી પણ મળી શકશે.

  • ચારમાંથી કોઇપણ કોર્ષની ડિગ્રી લીધા બાદ કઈ-કઈ કંપનીઓમાં ક્યાં-ક્યાં પ્રકારનું કામ કરવા મળી શકે છે?

૧.પ્રોડકટ ડિઝાઈનર તરીકે સેમસંગ, વર્લપૂલ, એલ.જી., એપલ, એચ.પી., રોલેકસ, હ્યુન્ડાઈ કાર જેવી ખ્યાતનામ કંપનીઓમાં કામ કરવાની તક મળી શકે છે. રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાંથી પ્રોડકટ ડિઝાઈનની ડીગ્રી લીધા બાદ સૌરાષ્ટ્રમાં ઓરપેટ, ઓરેવા, ફિલ્ડમાર્સલ, અતુલ ઓટો, જ્યોતી સીએનસી વગેરે જગ્યાએ નોકરી મળી શકે છે. પ્રોડકટ ડિઝાઈનમાં ડીગ્રી મેળવ્યા પછી ઈલેકટ્રોનિક એપ્લાયન્સીસ કંપનીઓ, ફ્રીઝ, ઓવન, લેપટોપ, મોબાઇલ, મ્યુઝિક પ્લેયર, ઘડિયાળ, શૂઝ, બેગ્સ, ઓટો મોબાઈલની ઉત્પાદક કંપનીઓ સાથે જોડાવવાની વિપુલ તકો રહેલી છે.

 ૨- ફેશન ડિઝાઈનર તરીકે ઝારા, રેમેન્ડ, ટોમી હિલફીગર, એચ એન્ડ એમ, ગુચી, ગ્લોબલ દેશી જેવી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેશન કંપનીઓમાં કારકિર્દી ઘડી શકાય છે. રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાંથી ફેશન ડિઝાઈનની ડીગ્રી લીધા બાદ ગારમેન્ટસ બ્રાન્ડ, ઓનલાઈન ફેશન પોર્ટલ્સ, લાઈફ સ્ટાઇલ પ્રોડકટ્સ કંપની, ફેબ્રિકસ કંપની, ફેશન હાઉસમા નોકરી અને વ્યવસાયના અનેક વિકલ્પો મળે છે.

 ૩. ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે હેટ્ટી, આર્કિટેકટ હાફિઝ કોન્ટ્રાકટર, ડી.ડેકોર, આઈકીયા, નતુત્ઝી જેવી કંપનીઓમાં જોડાઈ શકો છો. ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડીગ્રી લીધા પછી અગણિત તકો છે. રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનની ડીગ્રી લીધા બાદ ઘર-ઓફિસનું ઈન્ટિરિયર, પબ્લિકપ્લેસ (ગાર્ડન, પાર્ક વગેરે) ડિઝાઈનીંગ, લેન્ડસ્કેપ, ફર્નીચર, મોલ્સ, સુપર માર્કેટ, ફિલ્મ-ટેલીવીઝન ઈન્ડસ્ટ્રીમાં પુષ્કળ કામ મળી રહે છે.

 ૪. કોમ્યુનિકેશન (ગ્રાફિક) ડિઝાઈનર તરીકે ડિઝની, એમેઝોન પ્રાઈમ, એપલ, નેટફ્લિકસ, યુનિટી, પેનિગ્વન, ફેસબૂક, રિલાયન્સ જેવી અઢળક કંપનીઓમાં કામ કરવાનો મોકો મળી શકે છે. ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડીગ્રી લીધા પછી અગણિત તકો છે. રાજકોટની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન કોલેજમાંથી કોમ્યુનિકેશન (ગ્રાફિક) ડિઝાઈનર ડીગ્રી લીધા બાદ સૌરાષ્ટ્રમાં પ્રિન્ટ અને ડીઝીટલ મેડિયા જગતમા અનેરી નોકરીઓની તક મળી શકે છે. કોમ્યુનિકેશન ડિઝાઈનમાં ડીગ્રી લીધા પછી મોબાઈલ એપ, વીડીયોગેમ્સ, એમીનેશન, બ્રોશર, કોફી ટેબલ બુક, એડ એજન્સી, મીડિયા હાઉસ વગેરે ક્ષેત્રમાં કરેઅર બનાવી શકાય છે.

  • એડમીશન શરૃઃ રૂબરૂ અથવા ફોનથી પુછપુરછ કરી શકાય

 કોઈપણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ, સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન રજીસ્ટ્રેશન તથા પૂછપરછ માટે ઓફિસ પર રૂબરૂ સંપર્ક કરી શકે છે. સંપર્ક ૯૨૬૫૬ ૦૫૬૫૨ અથવા ૮૧૬૦૨૮૨૧૦૦

Website : www.iiddesign.co.in

Email ID : enquiryiidrajkot gmail.com

facebook: https://www.facebook.com//iid.rajkot

instagram: https: // www.instagram.com //iid rajkot

સરનામુઃ પહેલો માળ, જે.પી.સેફાયર, રેસકોષ, રાજકોટ

(11:53 am IST)