Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રોટરી કલબ દ્વારા હેન્ડસ ફ્રી સેનીટાઇઝર મશીન અર્પણ

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર અને વિકાસ સ્ટવ દ્વારા જયાં લોકોની સતત અવર જવર રહેતી હોય તેવા સ્થળો જેમ કે રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમ, કુમાર બાલાશ્રમ ગોંડલ રોડ, રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ, અંધ મહિલા ગૃહ, અંધ અપંગ વૃધ્ધાશ્રમ, સદભાવના વૃધ્ધાશ્રમ ગોંડલ રોડ ખાતે સેનીટાઈઝર હેન્ડસ ફ્રી સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. સાથો સાથ સાડા પાંચ લીટરની સેનીટાઈઝર રીફીલ બોટલ પણ વિનામુલ્યે આપવામાં આવી. તદુપરાંત આવતા છ મહિના સુધી જરૂરીયાત મુજબના સેનીટાઈઝર રીફીલ સંસ્થાઓને પહોંચતા કરવાની ખાત્રી પણ આપી હતી. રાજકોટ ની જનરલ પોસ્ટ ઓફિસને બે સેનીટાઈઝર હેન્ડસ ફ્રી સ્ટેન્ડ તથા સાડા પાંચ લીટરની બે રીફીલીગ સેનેટાઈઝર બોટલ પણ આપવામાં આવી. તદુપરાંત, પદ્મકુવરબા હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલ ખાતે પણ સેનીટાઈઝર હેન્ડસ ફ્રી સ્ટેન્ડસ મુકવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ રાજકોટના કોવીડ સેન્ટરમાં વિવિધ લોકેશન પર સુપ્રીટેન્ડન્ટ મનિષ મહેતાની ઉપસ્થિતિમાં ૬-સેનીટાઈઝર હેન્ડસ ફ્રી સ્ટેન્ડસ સેનીટાઈઝર રીફીલ બોટલ સાથે અર્પણ કરાયા હતા. આ ઉમદા કાર્ય માટે વિકાસ સ્ટવ એન્ડ કુકવેર રાજકોટનો સહયોગ કલબને સાંપડ્યો હતો. સમગ્ર સેવા અભિયાનને સફળ બનાવવા  પ્રેસિડેન્ટ પુર્વેશ કોટેચા, સેક્રેટરી કુનાલ મહેતા તથા કલબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:58 pm IST)