Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉદ્યોગોને મંજુરી મળી.. હવે તેની સાથે જોડાયેલા વેપારીઓને મંજુરી જરૂરી : તો માલ-સામાન લઇ જવા ''વાહનોની'' મંજુરી જરૂરી..

નહીં તો એક પછી એક સાંકળ તૂટી જશે : નાના મોટા ટેમ્પો-છકડો રીક્ષા-બંધ બોડીની રીક્ષા -વાહનો દોડાવવા કેમ ?! : કલેકટર તંત્ર બધા પાસા વિચારી રહ્યું છે : ઉદ્યોગના માલીક તો ઠીક પણ તેમના કારીગરો-મજુરોના પાસનું શું !! : ર૦ હજાર ઉદ્યોગ દીઠ ૧૦-૧૦ મજુર ગણીએ તો ર લાખ પાસ કઢાવવા પડે... આટલા પાસ ઇસ્યુ કેમ કરવા તંત્ર ઉલમાંથી ચૂલમાં પડી ગયું !!

રાજકોટ, તા. ૧૩ :  ઉત્પાદન ચાલુ રહે તે માટે સરકારે ઉદ્યોગને કામ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે પરંતુ કાચો માલ બનાવનારા અને તેની હેરફેર કરનારા નાના કારખાનેદારો અને વાહન ચાલકોને પણ મંજુરી આપવી જરૂરી છે કેમકે તેના કારણે ઉત્પાદન અટકી ગયું છે અને કારખાનેદારો નવરા થઇ ગયા છે.

ઉદ્યોગકારોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ ખેતીવાડીનાં ઉદ્યોગને કામ શરૂ કરવા છુટ અપાઇ છે પરંતુ સબમર્શીન જેવા ઉત્પાદકોને કાચો માલ આપતાં નાના કારખાના બંધ છે મજુરો પણ નથી. આ સંજોગોમાં ઉત્પાદનની સાંકળ તૂટી ગઇ છે.

આમ તંત્રએ હવે આ આકેલી સાંકળને તુટવા નાના કારખાનાઓને છુટ આપવી જોઇએ. તેવી જ રીતે આવા માલ સામાનની હેરફેર કરતા. મેટાડોર, રિક્ષા છકડો રીક્ષા જેવા વાહનોને મંજુરી આપવી જોઇએ. તેવી જ રીતે મજુરોને પણ મંજુરી આપવી જોઇએ.

આમ જો વહીવટી તંત્ર આ પ્રકારે મંજુરી આપવાનું શરૂ કરે તો જ ઉત્પાદન શકય બનશે અન્યથા ઉત્પાદનની સાકળ અટકી જશે.

(3:49 pm IST)