Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વેપારીઓને વિજળી-પાણીના બીલમાં રાહત આપોઃ આર્થિક પેકેજમાં એમએસએમઈને વધુ લાભ જરૂરીઃ વી.પી. વૈષ્‍ણવ

રાજકોટઃ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવે પણ જણાવ્‍યુ છે કે રાજકોટમાં વેપાર ધંધાને તત્‍કાલ શરૂ કરવા મંજુરી મળવી જોઈએઃ આ માટે અમોએ બે વખત મુખ્‍યમંત્રીને રજૂઆત પણ કરી છેઃ અમારી આ ઉપરાંતની માંગણી છે કે વેપારીઓના કામધંધા લાંબા સમયથી બંધ રહેતા તેઓને આર્થિક સમસ્‍યા ઉભી થઈ છે, ત્‍યારે તેઓને વિજળી અને પાણી તથા હાઉસ ટેકસમાં રાહત મળવી જોઈએઃ આ ઉપરાંત ૬ મહિના માટે લોન વ્‍યાજ પણ માફ થવુ જોઈએઃ સરકારે આર્થિક પેકેજમાં એમએસએમઈને વધુ લાભ આપવો જોઈએઃ આ ઉદ્યોગને સૌથી વધુ લાભ મળશે તો નાના ઉદ્યોગો અને નાના કામદારોને ફાયદો થશેઃ જીએસટીમાં પણ વેપારીઓને રાહત મળવી જોઈએ તેવી ચેમ્‍બરની માંગણી છેઃ ચેમ્‍બરની માંગણીથી ઉદ્યોગો શરૂ થયા છે ત્‍યારે હવે રાજકોટના વેપાર-ધંધા પણ શરૂ થાય તે જરૂરી છે

(3:26 pm IST)