Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મવડીની રપ કરોડની જમીનના કૌભાંડમાં આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૩: મવડીની રપ કરોડની જમીન કૌભાંડમાં પ્રવિણ (એટલાસ) ના સેસન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં ફરીયાદની ટુંકી વિગત એવી છે કે, ફરીયાદી શ્રીમતી મંજુલાબેન વા./ઓફ પરશોતમભાઇ સોરઠીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇ (એટલાસ) અમરશીભાઇ પરમાર સહીતનાં ૬ ઇસમો વિરૂધ્ધ તેઓના મંદબુધ્ધિના પતિ પરસોતમભાઇ સોરઠીયાની સંયુકત માલિકીની જમીન કે જે ગામ મવડીના સર્વે નં. ૩૦૭ પૈકીની ૬ એકર ર૪ ગુંઠા કે જેની ફરીયાદીના કહેવા પ્રમાણે કે જેની બજાર કિંમત રપ કરોડ રૂપિયા થાય છે તે જમીન ઓળવી જવા માટે ફરીયાદીનાં બે પુત્રો  કે જે મંદબુધ્ધિનાં છે તેઓને ભોળવી તેઓને લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેમજ વિવિધ છોકરીઓનાં ફોટા બતાવી તેમજ ફરીયાદીનાં પુત્રોનાં નામે તેણીનાં પતિનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેમજ ફરીયાદીનાં પુત્રોને ભોળવી સબ રજીસ્ટ્રાર કચેરીએ લઇ જઇ આરોપી પ્રવિણભાઇનાં નામનો માત્ર ૧ કરોડની ચુકતે અવેજનો દસ્તાવેજ કરાવી લીધેલ અને ત્યારબાદ જે અવેજની ૧ કરોડની રકમ જે ચેક દ્વારા ફરીયાદીનાં પુત્રોનાં બેન્ક ખાતામાં જમા થયા બાદ સેલ્ફનાં ચેકો દ્વારા દસ્તાવેજ થયા બાદ તુરંત જ ઉપાડી લીધેલ.

આ તમામ આરોપીઓએ કાવતરૂ રચી જમીનનો દસ્તાવેજ કરાવી લીધેલ પરંતુ આપેલ રકમ પણ પાછલા બારણેથી ઓળવી લીધેલ જેથી રાજકોટ તાલુકા પોલીસે તમામ આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી.ની-૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), અને ૧૧૪ કલમો અન્વયે ગંભીર ગુનાઓની ફરીયાદ નોંધી આરોપી પ્રવિણભાઇ (એટલાસ) અમરશીભાઇ પરમારની તા. ર૦-૦૩-ર૦ર૦નાં રોજ ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેથી જામીન પર છુટવા અરજી કરી હતી.

કોર્ટે ઉપરોકત તમામ બાબતો ઉભયપક્ષોની રજુઆતો, તથા ઉચ્ચ અદાલતોનાં જામીન ઉપર છોડવાનાં પાયાનાં સિધ્ધાંતો વિગેરેને ધ્યાને લઇ રાજકોટનાં ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આરોપી પ્રવિણભાઇ (એટલાસ) અમરશીભાઇ પરમારની રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામે આરોપી શ્રી પ્રવિણભાઇ (એટલાસ) અમરશીભાઇ પરમાર વતી રાજકોટનાં રૂપરાજસિંહ પરમાર તથા અજયસિંહ ચૌહાણ (એડવોકેટ એન્ડ નોટરી) તથા ડેનિશ મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(3:05 pm IST)