Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગેલેકસી ગ્રુપના મોભી રશ્મીકાંતભાઇ ભાલોડીયા ૧૨.૧૨ કિ.મી. દોડયાઃ 'મા રન' માતા-પિતાને સમર્પીત

ઇન્ટરનેશનલ ડે ઓફ મેરેથોનના ૧૨૫ વર્ષીય ઉજવણી પ્રસંગે અગાસી ઉપર ૩.૩૩ કલાકમાં ૨૧.૨૧ કિ.મી.ની દોડ પુર્ણ કરેલી

રાજકોટ તા.૧૩ : તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી ત્યારે દુનિયાભરની માતાને સમર્પિત એક દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના ગેલેકસી સુપના રશ્મીકાંત ભાલોડિયા પણ જોડાયાં હતાં.

 રશ્મીકાંતભાઈએ જણાવ્યું હતું કે, સાયરન્સ ગ્રુપ દ્વાર લોકડાઉનને ધ્યાનમાં રાખીને 'માં રન'નુ આયોજન ઈન્ડોર કરવામાં આવ્યું હતું. પોતાના દ્યરમાં કે દ્યરની અગાશી પર ઓછામાં ઓછા એક કિ.મી.થી લઈ ૧૦ કિ.મી. સુધીની દોડ સ્પર્ધકે પૂર્ણ કરવાની હતી. હું અગાશીમાં દોડ્યો પરંતુ મે ૧૦ કિ.મી.ને બદલે ૧૨.૧ ૨ કિ.મી. દોડ પુર્ણ કરી કારણ કે મારા સ્વર્ર્ગસ્થ પિતા વાલજીભાઈનો જન્મદિવસ તા. ૧૨-૧૨-૧૯૧૩ છે. આ દોડ મેં મારી સ્વર્ગસ્થ માતા હેમકુંવરબેન જ નહીં પરંતુ મારા પિતાને પણ સમર્પિત કરી છે. રાજકોટના દાનાભાઈ ડાંગર અને તેમના પુત્રી એકતા પણ આ દોડમાં સામેલ થયાં હતાં. જો કે, એ બન્ને અગાશીને બદલે દ્યરમાં જ દોડ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પૂર્વ ઈન્ટરનેશનલ ડે ઓફ મેરેથોનના ૧ ૨ ૫ વર્ષની ઉજવણી પ્રસગે આયોજિત દોડમાં પણ ૭૨ વર્ષીય રશ્મિભાઈ સહભાગી થયાં હતાં. ૨૧.૨૧ કિ.મી.ની દોડ તેઓએ પોતાની અગાશી પર માત્ર ૩.૩૩ કલાકમાં પૂર્ણ કરી હતી.

(3:04 pm IST)