Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોન્ટ્રાકટરના તાબામાં કામ કરતા સફાઇ કામદારોને કાયમી કરોઃ રજૂઆત

કોન્ટ્રાકટરોને સરકાર અલગથી પૈસા ચુકવે છે છતાં કામદારોનું શોષણઃ સમસ્ત વાલ્મિકી સમાજની મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૩ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટ પધ્ધતીથી સફાઇ કરાવવામાં આવે છે. ત્યારે વર્ષોથી કોન્ટ્રાકટરોનાં તાબામાં રહી કામ કરતાં સફાઇ કામદારોને તંત્ર વાહકો કાયમી કરી દયે તેવી રજૂઆત સમસ્ત વાલ્મિકી સમાજનાં કિરણભાઇ વાઘેલાએ મ્યુ. કમિશનરને કરી છે.આ રજૂઆતમાં જણાવાયુ છે કે સફાઇ કામદારો કોન્ટ્રાકટ બેઝથી  ઘણા સમયથી કામ કરતા હોય અને તેવાં કામદારોને લઘુતમ વેતન મુજબ સફાઇ કામદારોને ચુકવામાં આવતું નથી આ કોન્ટ્રાકટ બેઇઝના કામદારોને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન તાત્કાલીક ચુકવામાં આવે અને આ સફાઇ કામદારો રોંગનો ભોગ બની ને રાજકોટ શહેરને સ્વચ્છ રાખનારાઓ સામે અન્યાય કેમ ૧૦૦ રૂપિયા રોજ આપવામાં આવે છે સફાઇ કામદારોનું ગુજરાન ચાલે નહી આ સફાઇ કામદારો દેશ પર જયારે જયારે આફતો આવે ત્યારે નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવતા હોય છે તો આ સફાઇ કામદારોને ફીકસ પગારમાં ૩ વર્ષ માટે રાખીને કાયમી કર્મચારી ગણી લેવા જોઇએ હાલ અત્યારે કોરોના વાયરસની મહામારીમાં આજ કોન્ટ્રાકટ બેઇઝ સફાઇ કામદારો પોતાનાં જીવની ચિંતા કર્યા વગર રાજકોટ વાસીઓને સ્વચ્છ રાખનારાઓ કામદારો છે. હાલ રાજકોટ સફાઇ કામદારોનાં પ્રમુખશ્રી કિરણભાઇ વાઘેલા અને સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના બેનર હેઠળ રજુઆત આપ સાહેબને કરવામાં આવે છે આ સફાઇ કામદારોનું શોષણ બધ થાય અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન તાત્કાલીક ચુકવામાં આવે તેવી માંગ સફાઇ કામદારો વતી  કરવામાં આવી છે અને હાલ કોન્ટ્રાકટ રાખનારાઓને સરકાર દ્વારા અલગથી ટકાવારી આપવામાં આવતી હોય તો પણ આ કામદારોનું શોષણ કરે છે તે બદલ ઘટતુ કરવા અને તાત્કાલીક સફાઇ કામદારોને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા માંગ છે.

(3:03 pm IST)