Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હવે બધાને કામ મળશે, કાલથી ઉદ્યોગો ધમધમતા : ગોવિંદભાઇ પટેલ

સુરક્ષિત વિસ્તારોને પરવાનગી બદલ વિજયભાઇનો આભાર

રાજકોટ તા. ૧૩ : કોરોના સંક્રમિત ન હોય તેવા સુરક્ષિત વિસ્તારોમાં ઉદ્યોગોને પરવાનગી આપવા બદલ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરેલ છે.

આવી પરવાનગીથી ઉદ્યોગો ધમધમતા થશે અને વ્યથા-પીડામાં જીવતા કારીગરોને હવે કામ મળશે. ભાગમ ભાગ કરતા શ્રમિકો કામમાં લાગી જતા અહીં જ સચવાઇ રહેશે. ઉદ્યોગો શરૂ કરાવવા ચેમ્બર ઓફ કોમર્સની પણ મહત્વની ભુમિકા રહી હોવાનું જણાવી ગોવિંદભાઇ (મો.૭૦૬૯૫ ૫૧૫૫૬) એ કોઇને પણ પરવાનગી મેળવવાની થતી હોય તો કલેકટર કચેરીના બદલે પહેલા પોતાના ઉદ્યોગ સંઠનના હોદેદારોનો સંપર્ક કરવા જણાવેલ છે.

(3:00 pm IST)