Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સીમથી સંસદ સુધીની સફરના સાથી માવાણી દંપતિની ૪૮ મી લગ્નતીથી

રાજકોટ તા. ૧૩ : માજી સાંસદ શ્રી રામજીભાઇ માવાણી અને માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણીના લગ્નની આજે ૪૮ મી વર્ષગાંઠ છે. ધોરાજીમાં મધ્યમવર્ગના શ્રીમાંત ખેડુતના ઘરે જન્મેલા રામજીભાઇ જાત મહેનત અને સેવાભાવનાના કારણે લોકસભામાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. તેઓના લગ્ન તા. ૧૩-૫-૧૯૭૩ ના સાદાઇથી થયેલ. એ સમયે તેમણે લગ્નનો ખર્ચ બચાવી દુષ્કાળ રાહત ફંડમાં અર્પણ કરી ઉમદા કાર્યનો ચીલો ચાતર્યો હતો. માવાણી દંપતિએ એડવોકેટની ડીગ્રી મેળવી બન્નેએ વકિલાતના વ્યવસાયમાં નસીબ અજમાવેલું. ધીરે ધીરે લોકચાહના મળતા સાંસદ સુધીની કેડી કંડારેલ. કયારેય નિવૃત ન થવાનો જાણે સંકલપ લીધો હોય તેમ આજે પણ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલવા તેમજ વ્યસન મુકિત અભ્યાન તળે સૌને તંદુરસ્તી અપાવવા જોરદાર અભિયાન ચલાવી રહ્યા છે. રામજીભાઇ માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧ ) અને રમાબેન માવાણી (મો.૭૦૧૬૧ ૩૧૮૭૨) ને લગ્નતીથી નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:45 am IST)