Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

છેલ્લા પ૦ દિવસોથી રોજ ૪૦૦૦ લોકોને રાવળ સમાજ દ્વારા ભોજનની વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૧૩ : સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા જયારથી લોકડાઉન થયું ત્‍યારથી આજદિન સુધી કાર્યરત ભૂખ્‍યાને ભોજન નામનો સેવાકીય યજ્ઞ તથા ઝુપડે ઝુપડે જઇને ભોજન પુરૂં પાડવાની અમુલ્‍ય અને બિરદાવા લાયક કાર્યશેલી અને સમાજમાં દાખલા રૂપ અનોખો અભિગમ હાલ કોરોનાની મહામારીના અનુશન્‍ધાનએ સરકારે લોકડાઉન જાહેર કરેલ હોઇ આ લોકડાઉનની ભયંકર પરિસ્‍થિતિ વચ્‍ચે રોજનું કમાઇને રોજનું ખાતા અને ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ પરિવારો પોતાના પરિવારના પેટનો ખાડો ઘરે બેઠા બેઠા કેમ પુરવો તે મોટો ચિંતાજનક વિષય બની રહ્યો છે. આવા રપ૦૦ થી ૩૦૦૦ માણસો વહારે સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ ભૂખ્‍યા લોકોને ઝૂપડે ઝૂપડે જઇને ભોજન પહોંચાવાનો સંપૂણૂ તકેદારી રાખીને અને સંપૂર્ણ કાયદાનું પાલન કરીને ભૂખ્‍યાને ભોજન નામનો સેવાકીય યજ્ઞ આદરવામાં આવ્‍યો છે જેમાં સહભાગી અને જેની સેવાને ઇશ્વરને પણ મહામારી વચ્‍ચે બિરદાવી પડે એવા તટસ્‍થ અને સમાજના એક આગવું ઉદારણ સ્‍થાપિત કરી શકે તેવા કાર્યકર્તાઓ જેવા કે પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, અધ્‍યક્ષ રાજેશભાઇ બોરાણા, મંત્રી મહેશભાઇ ગોહેલ, સહમંત્રી ધર્મેશભાઇ સોઢા, ખજાનચી, રાજેન્‍દ્રભાઇ સોઢા, ટ્રસ્‍ટી મેહુલભાઇ ગોહેલ, ભાવિન પરમાર, નરેશભાઇ મેર, નીરવભાઇ વાણીયા, રવિભાઇ નકુમ. સભ્‍યો કે રાજીવભાઇ રાઠોડ, સુનીલભાઇ બોરાણા ચંદુભાઇ બોડા, જયદીપભાઇ મછોયા, મુકેશભાઇ ભોજન મનોજભાઇ મિયાત્રા, અજયભાઇ ચૌહાણ સહિતના કાર્યકર્તાઓએ સાથે મળીને જહેમત ઉઠાવી છે.

(11:11 am IST)