Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

દલીતો પર અત્યાચાર અને પત્રકારો ઉપરના હુમલના વિરોધમાં હોસ્પિટલ ચોકમાં રસ્તા રોકો રેલી

યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત પાંચની અટકાયત

રાજકોટ, તા. ૧૩ : ગુજરાત રાજયમાં દલીતો પર થયેલા અત્યાચાર અને તાજેતરમાં જૂનાગઢના પત્રકારો ઉપર થયેલા હુમલાના  વિરોધમાં આજે હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યુવા ભીમસેના દ્વારા રસ્તા રોકો રેતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે એ-ડીવીઝન પોલીસે યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ દીલીપ ઉર્ફે ડીડી ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૦), કાર્યકર હીતેષ જીવરાજભાઇ રાઠોડ (ઉ.વ.૩ર) (રહે. દેવપરા), સમ્રાટ પરસોતમભાઇ બોદર (ઉ.વ.રપ) (રહે. રૂડાનગર-૧, ઇન્દ્રજીત રવજીભાઇ પરમાર (ઉ.વ.૪૦) (રહે. મોરબી રોડ વ્રજભૂમિ રેસીડેન્સી) અને રણમલ આલજીભાઇ શેખવા (ઉ.રર) (રહે. ભીમ રાવનગર આજીડેમ)ની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)