Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા યોજાય ગયેલ સમુહલગ્ન

રાજકોટઃ ગાંધીગ્રામ મ.ક.સ.સુ.જ્ઞાતિ વિકાસ મંડળ તથા જાગિૃત મહિલા મંડળ તથા યુવા મંડળના ઉપક્રમે સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દાંમ્પત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી.આ પ્રસંગે સમસ્ત દેશાવર નાતની જગ્યા ભવનાથ જુનાગઢના મેને.ટ્રસ્ટી કેતનભાઇ પરમાર-ઉપલેટા, ટ્રસ્ટી ભીખુભાઇ ધામેચા-પોરબંદર, ટ્રસ્ટી જયેશભાઇ પીઠડીયા-કાલાવડ તેમજ પ્રમુખ હિરેનભાઇ ટંકારીયા-રાજકોટ, મ.ક.સ.સુ.જ્ઞાતિ જામનગર (ગામડાવાળા) ના પ્રમુખ મયુરભાઇ ટંકારીયા, મ.ક.સ.યુ.સુ.જ્ઞાતિ જામનગર (તળપદ)ના પ્રમુખ રસિકભાઇ પીઠડીયા, રાજકોટ મ.ક.સ.સુ.જ્ઞાતિ ટ્રસ્ટ ના મેને.ટ્રસ્ટી હેમંતભાઇ ચૌહાણ, ટ્રસ્ટી વિનુભાઇ મકવાણા, ધ્રોલ જ્ઞાતિ પ્રમુખ રજનીભાઇ ટંકારીયા, ગોંડલ જ્ઞાતિ પ્રમુખ જયદીપભાઇ ખેરડીયા, જેતપુર જ્ઞાતિ પ્રમુખ કમલેશભાઇ ગોહેલ, સરપદડ જ્ઞાતિ પ્રમુખ ધીરૂભાઇ સાંચલા, પોરબંદર જ્ઞાતિ પ્રમુખ કિશોરભાઇ પીઠડીયા, અમદાવાદ જ્ઞાતિ પ્રમુખ વતી જયદીપભાઇ, ભા.વિ.બોર્ડિંગના ખજાનચી હસુભાઇ કુમકીયા, બોર્ડિંગ પ્રમુખ મનોજભાઇ ચૌહાણ, મોરબીથી બાબા બિલ્ડર્સવાળા દિપકભાઇ રાઠોડ, તેમજ જીતુભાઇ બી.રાઠોડ, એજયુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેભાઇ મકવાણા, એડવોકેટ તનસુખભાઇ ગોહેલ, સમસ્ત દરજી સમાજના નિરંજભાઇ સોલંકી, ફાઇવ સ્ટાર ગ્રુપના દિલીપભાઇ પીઠડીયા, આજી ઉપલા કાંઠા વિકાસ મંડળના પ્રમુખ મુકેશભાઇ ગોહેલ, મવડી વિસ્તાર વિકાસ મંડળના પ્રમુખ દિપકભાઇ ટંકારીયા, રાજકોટ જ્ઞાતિ યુવા મંડળના પ્રમુખ કિશનભાઇ લીંબડ, વિશ્વ હિન્દુ પરિષદના નવનીત અદા તેમજ રાજકોટ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પીઠડીયા, જીવન-ઉત્સવ તંત્રી વજુભાઇ પીઠડીયા, પ્રેસ ફોટોગ્રાફર રમેશભાઇ ટંકારીયા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મંચસ્થ મહેમાનના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવેલ. આ સમુલલગ્નમાં દિકરીઓને ૧૪૦ થી પણ વધુ વસ્તુભેટ કરિયાવરમાં અપાઇ હતી. ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ -ઓઢાડી-મંડળના પ્રમુખ જીતુભાઇ પરમાર તેમજ તેમની કમીટી મેમ્બર દ્વારા સન્માન કરવામાં આવેલ. આશરે લગભગ ચારેક હજાર જેટલા લોકોની માનવ મેદનીથી લગ્ન સ્થળ રંભામાની વાડી ભરચકક ભરાઇ ગયેલ.જ્ઞાતિના જ એનાઉન્સર નિલેષભાઇ પીઠડીયાએ પોતાની કલાના કામણ પાથયા હતા. અવિસ્મરણીય બનાવવાના કામની જવાબદારી જ્ઞાનિા પ્રેસ ફોટોગ્રાફર રમેશભાઇ ટંકારીયાએ ઉપાડી બખુબી નિભાવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગાંધીગ્રામ વિકાસ મંડળના પ્રમુખ જીતુભાઇ પરમાર, ઉપપ્રમુખ ભાવેશભાઇ મકવાણા, મંત્રી હિતેષભાઇ રાઠો, ખજાનચી રમેશભાઇ પરમાર, કારોબારી સભ્યો હિરેનભાઇ ટંકારીયા, વિપુલભાઇ પરમાર, ચંદ્રેશભાઇ પરમાર, રાજેશભાઇ પીઠડીયા, કમલેશભાઇ પીઠડીયા, હિતેષભાઇ કુમકીયા, યોગેશભાઇ પીઠડીયા, કેતનભાઇ પરમાર, પ્રણવભાઇ પરમાર, અરવિંદભાઇ પરમાર, કિરીટભાઇ પરમાર, મિલનભાઇ પીઠડીયા, મનીષભાઇ ચૌહાણ, દિપકભાઇ સિંધવ, મયંકભાઇ લિંબડ, દિપ પરમાર, તેમજ જાગૃત મહિલા મંડળ ગાંધીગ્રામના પ્રમુુમ કાશ્મિરાબેન પીઠડીયા, ઉપપ્રમુખ મીનબેન પીઠડીયા, મંત્રી હર્ષાબેન પીઠડીયા, ખજાનચી હિનાબેન સાંચલા, સહમંત્રી હેતલબેન મકવાણા તેમજ કારોબાી સભ્ય તરૂલતાબેન પરમાર, જયશ્રીબેન સોલંકી, કિરણબેન પરમાર, ચંદ્રિકાબેન પરમાર, મમતાબેન પરમાર, વનિતાબેન પરમાર, ભારતીબેન ગોહેલ, મંજુલાબેન ધામેચા, કલ્પનાબેન રાઠોડ, જયશ્રીબેન પીઠડીયા, ઉપરાંત કન્યાઓને જેમણે પોતાની કલાથી શણગારી હતી. તેવા યોગીતાબેન ગોહેલ, કિર્તિદાબેન સાંચલા, રિદ્ધિબેન સાંચલા અને દર્શનાબેન ધામેચા આ ઉપરાંત સતિષભાઇ સોલંકી (માધાપરવાળા), ભાવેશભાઇ પીઠડીયા બેસ્ટ ટેઇલરના અશ્વિનભાઇ પીઠડીયા (કેવલ સિલેકશન) રાજેશભાઇ પીઠડીયા (જે.જે.સિલેકશન) એ જહેમત ઉઠાવી હતી. ગાંધીગ્રામ મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ વિકાસ મંડળ તથા જાગૃત મહિલા મંડળ તેમજ યુવા મંડળે સર્વે જ્ઞાતિજનનો આભાર વ્યકત કરેલ.

(3:39 pm IST)