Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મેટોડાની ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝના પુર્વ ભાગીદાર સામે ૭૦ લાખના ચેકરિટર્નની ફરિયાદ

રાજકોટ, તા.૧૩: ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝ-મેટોડાના પૂર્વ ભાગીદાર સામે રૂપિયા ૭૦ લાખના ચેકો રીટર્ન થતા ફરીયાદ થતાં અદાલતે સમન્ૃ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ન્યુ મારૂતી ફાયનાન્સના માલીક આશિષભાઇ રામજીભાઇ વાગડીયા, રહે. ''વત્સલ'', સાધના સોસાયટી શેરી નં. ૧, જૈન ઉપાશ્રય સામે, રાજકોટવાળાએ તેમના મિત્ર વિરણ પ્રતાપસિંહ પરમાર, રહેવાલી-બી/૭૦૩, ડેકોરા હાઇલેન્ડ, કલાકસીક રોડ, રાજકોટ કે જેઓ ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ ભાગીદાર છે. તેમને મિત્રતાના દાવે નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતાં તેઓની પર્સનલ કેપેસીટીમાં તથા ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દરજજે ફરીયાદી આશિષભાઇ રામજીભાઇ વાગડીયા પાસેથી જુદા જુદા ચેકથી રૂ. ૭૧,૮૬,૦૦૦/-ની રકમ હાથ ઉછીની મેળવેલી અને તે તમામ ચેક આરોપીએ સ્વીકાર્યા બાદ તેમની પત્નિ રેખાબેન વિરલ પરમાર સાથેના સંયુકત ખાતામાં તે બધા ૧૪ ચેકો જમા કરાવી તે રકમ મેળવેલી અને તે રકમ આરોપીએ સ્વીકારેલ ત્યારે ફરીયાદીની તરફેણમાં પ્રોમીસરી નોટ નોટરી રૂબરૂ લખી આપેલ. આરોપીએ વિરલ પ્રતાપસિંહ પરમાર તથા તેમના પત્નિ રેખાબેન વિરલ પરમારના સંયુકત ખાતામાં જમા થયેલ ઉપરોકત લેણી રકમ પેટે આરોપીએ ફરીયાદીને જુદા જુદા ૧૫ ચેકો આપેલા જેમાં એક ચેક રૂ. ૧૫,૦૦,૦૦૦/-નો ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દરજજે આપેલો જયારે રૂ.૫૫,૦૦,૦૦૦/-ના ચેકો સંયુકત ખાતાના આપેલા.

ફરીયાદીને એવું પાકુ વચન, વિશ્વાસ આપેલ કે ઉપરોકત તમામ ચેકો રૂ. ૭૦,૦૦,૦૦૦/-ના ફરીયાદી તેના બેંક ખાતામાં વસુલાત માટે રજુ કરવાથી રૂ. ૭૦,૦૦,૦૦૦/- ફરીયાદી આશિષભાઇ રામજીભાઇ વાગડીયા રકમ વસુલ મેળવી શકશે, જેે ચેકો ફરીયાદી આશિષભાઇ રામજીભાઇ વાગડીયાએ તેમના બેન્ક ખાતામાં રજુ કરતાં, ઉપરોકત ૧૫ ચેકોની કુલ રકમ રૂ. ૭૦,૦૦,૦૦૦/-ના ચેકો આરોપીએ ખાતુ બંધ કરી નાંખતા એકાઉન્ટ કલોઝડના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલા.

આથી ફરીયાદી આશિષભાઇ રામજીભાઇ વાગડીયાએ તમના વકીલ શ્રી આર.કે.દલ મારફતે આરોપીને નોટીસો આપેલ. જે આરોપી વિરલ પ્રતાપસિંહ પરમાર જાતે તથા ઇગલ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દરજજે, ભાગીદારી પેઢીમાંથી છુટા થઇ ગયેલ હોવા છતાં ભાગીદારી પેઢીના ખાતાનો એચ ચેક રૂ. ૧૫,૦૦,૦૦૦/-નો આપવામાં આવેલ. આમ, ઉપરોકત કુલ રકમ રૂ.૭૦,૦૦,૦૦૦/-ની જુદી જુદી કુલ પાંચ ફરીયાદો ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ. સદરહુ પાંચેય ફરીયાદોમાં રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી જી.ડી. પડિયાએ આરોપી વિરલ પ્રતાપસિંહ પરમાર સામે સમન્સ કાઢવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામનાં ફરીયાદી ન્યુ મારૂતી ફાયનાન્સના માલીક આશિષભાઇ રામજીભાઇ વાગડીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી રાજેશ કે. દલ, નિલેશ આર. શેઠ તથા શ્યામલ જી. રાઠોડ રોકાયેલા છે.

(3:37 pm IST)